For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલમાં 10 દિવસથી સફાઇ કામગીરી બંધ

01:03 PM Sep 13, 2024 IST | admin
ગોંડલમાં 10 દિવસથી સફાઇ કામગીરી બંધ

શહેરીજનોમાં દેકારો ઠેર ઠેર ગંદકીના ગંજ: એજન્સી-સફાઇ કામદારો વચ્ચે મડાગાંઠથી પ્રજાનો મરો

Advertisement

રાજાશાહી સમય માં સ્વચ્છતા માં અગ્રીમ ગોંડલ માં છેલ્લા દશ દિવસ થી સફાઈ કામદારો ફરજ પરથી અળગા થતા શહેરભર માં ગંદકી રાજ સરજાયુ છે.બીજી બાજુ નગરપાલિકા તંત્ર હરકતમાં આવી બહાર થી સફાઈ કામદારોને બોલાવી શહેર ચોખ્ખુ રહે તેવા પ્રયત્નો હાથ ધર્યા છે.

પ્રાપ્ત વિગત મુજબ પાંચ મહીના થી નગરપાલિકા દ્વારા સફાઈ કોન્ટ્રાક્ટ અમદાવાદ ની શ્રીજી એજન્સી ને અપાયો છે.ત્યાર થી શહેર ની સ્વચ્છતા મુદ્દે જાણે માઠી બેઠી હોય તેમ નીતનવી સમસ્યાઓ ઉદભવી રહી છે.સફાઈ કોન્ટ્રાક્ટર ગોંડલ માં સફાઈ મુદે સરેઆમ નિષ્ફળ રહ્યા છે.અધુરા માં પુરુ હોય તેમ છેલ્લા દશ દિવસ થી સફાઈ કામદારો વિવિધ માંગ ને લઈ ફરજ થી અળગા હોય સફાઈ કામગીરી ઠપ્પ થવા પામીછે.સફાઈ કામદારો અને એજન્સી વચ્ચે સર્જાયેલ મડાગાંઠ ને લઈ નગરપાલિકાએ બહાર થી સફાઈ કામદારોની વ્યવસ્થા કરી ડોર ટુ ડોર કલેક્શન ની કામગીરી શરુ કરાવતા આંશિક રાહત ફેલાઈ છે.

Advertisement

સફાઈ કામદારો નાં આગેવાન શંકરભાઈ વાઘેલા તથા ધર્મેશભાઈ વાઘેલા એ જણાવ્યુ કે શ્રીજી એજન્સી દ્વારા કામદારોનું શોષણ કરાઇ રહ્યુ છે.સફાઈ કામદારોએ હડતાલ નથી કરી પણ તેમને ફરજ પર થી છુટ્ટા કરી દેવાયા છે.તેમણે કહ્યુ કે કર્મચારીઓ એ સરકાર નાં ધારાધોરણ મુજબ લઘુતમ વેતન આપવુ ઉપરાંત પીએફ વીમો મળવો સહિત ની માંગ કરી છે.પગાર બેંક દ્વારા મળે તેવી માંગ સાથે સરકાર નાં પરિપત્ર મુજબ કર્મચારીઓ ને કામગીરી ની ફાળવણી કરવી સહિત રજુઆત કરીછે.આ રજુઆતો સામે સફાઈ કોન્ટ્રાક્ટર દ્વારા જડતા ભર્યુ વલણ દાખવાયુ હોય કામદારો ફરજ થી અળગા બન્યા છે.

સફાઈ કામદારો અને એજન્સી ની લડાઈ માં શહેરભર માં સફાઈ કાર્ય ઠપ્પ થઈ જતા ગંદકી નાં ગંજ ખડકાતા નગરપાલિકા તંત્ર એ પ્રજા ની વહારે દોડી જઇ બહાર થી સફાઈ કામદારોને બોલાવી સફાઈ કામ શરુ કરાવ્યુ છે.સેનીટેશન વિભાગ નાં ચેરમેન નાં પ્રતિનિધિ અનિલભાઈ માધડે કહ્યુ કે ગોધરા અને અમરેલી થી સફાઈ કામદારોને બોલાવી ડોર ટુ ડોર કલેક્શન શરુ કરાયુ છે.બહાર થી વધુ સફાઈ કામદારોને બોલાવી સફાઈ કામગીરી ને વેગ અપાશે.

અલબત ડોર ટુ ડોર કલેક્શન સિવાય કચરો ઉપાડવા ની કામગીરી ઠપ્પ હોય ખાસ કરીને સોસાયટી વિસ્તારો માં લોકો હાલાકી ભોગવી રહ્યા છે.

જેને કારણે સમસ્યા સર્જાઇ છે તે શ્રીજી એજન્સી નાં પ્રકાશ લાખાણી ને અનેકવાર ફોન કરવા છતા ફોન રિસિવ નહી કરી જવાબદારી થી હાથ ખંખેર્યા છે.હાલ નગરપાલિકા તંત્ર સફાઈ અંગે જહેમત લઈ રહ્યુ છે.પણ ખરી જવાબદારી સફાઈ એજન્સી ની બનતી હોય શહેરીજનોમાં કોન્ટ્રાક્ટર પ્રત્યે રોષ ફેલાયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement