સફાઈ કામગીરી વોર્ડ-5માં ખાડે ગઈ, 68 ફરિયાદો
મેયરના લોકદરબારમાં સોલિડ વેસ્ટ, બાંધકામ, વોટરવર્કસ અને ટીપી વિભાગની સૌથી વધુ ફરિયાદો આવી
મેયર તમારે દ્વાર અંતર્ગત આજે વોર્ડ નં. 5માં લોકદરબાર યોજાયો હતો. જેમાં સૌથી વધુ સફાઈ ન થતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. સાથો સાથ સોલીડ વેસ્ટ બાંધકામ વોટરવર્કસ અને ટીપી વિભાગની સૌથી વધુ ફરિયાદો આવી હતી. કુલ અલગ અલગ પ્રકારની 68 ફરિયાદો આવતા જે તે વિભાગના અધિકારીઓએ નિયમ મુજબ કામ થઈ જશે તેવી ખાતરી આપી હતી. આ લોક દરબાર કાર્યક્રમના અધ્યક્ષ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઈ મોલીયા, વોર્ડ નં.5ના કોર્પોરેટર અને માધ્યમિક શિક્ષણ અને આનુષાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસીલાબેન સાકરીયા, વોર્ડ નં.5ના કોર્પોરેટર અને શિશુ કલ્યાણ, ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નીશામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, કોર્પોરેટર હાર્દિકભાઈ ગોહિલ, શહેર ભાજપ ઉપપ્રમુખ પુજાબેન પટેલ, શહેર ભાજપ મંત્રી ભગવતીબેન ઘરોડીયા, નાયબ કમિશનર સ્વપ્નિલ ખરે, ભારત સરકારમાંથી રાજ્ય સરકારના ટ્રેઇની ઈંઅજ અધિકારીઓ રાજસ્થાનથી આયુશીજી, તેલંગાણાથી સુસ્મિતાજી, ઇસ્ટ ઝોનના સીટી એન્જી. પી.ડી.અઢિયા, ઈ.ચા. સહાયક કમિશનર બી.એલ. કાથરોટિયા, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી, આર.સી.એચ.ઓ. ડો.લલિત વાજા, ઈ.ચા.ડાયરેક્ટર પાર્કસ એન્ડ ગાર્ડન આર.કે.હીરપરા, વોર્ડ એન્જી. અજય વેગડ, એ.ટી.પી. રેનીશ વાછાણી, એંક્રોચમેન્ટ ઓફિસર પરબત બારીયા, ડી.ઈ.ઈ રોશની નરેશ પટેલિયા, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, મેનેજર ભૂમિ પરમાર, વોર્ડ ઓફિસર સુનીશા માણેક, અન્ય કર્મચારીઓ, અન્ય કર્મચારીઓ, વોર્ડ નં.5ના પ્રમુખ પરેશભાઈ લીંબાસીયા, મહામંત્રી દિનેશભાઈ ડાંગર, તથા વોર્ડ નં.5ના બહોળી સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.વોર્ડ નં.5ના નાગરિકો દ્વારા સૂચિત સોસાયટી બાબત, નદીની સફાઈ બાબત, રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ બાબત, આજી રિવરફ્રન્ટ ડેવલોપ કરવા બાબત, આવાસ યોજના આસપાસ સફાઈ બાબત, રાજકોટનો એન્ટ્રી પોઇન્ટ કુવાડવા રોડ પર વેલકમ ગેઇટ અને ટ્રાફિક લગત, સ્ટ્રીટ લાઈટ બાબત, ભૂગર્ભ ગટર સફાઈ બાબત, બગીચા ડેવલપમેન્ટ બાબત, ટ્રાફિક બાબત, શાળામાં ચેકીંગ કરવા બાબત, પાણીની લાઇન બાબત, રેસિડેન્સીયલ વિસ્તારમાં ભઠ્ઠી દૂર કરવા બાબત, ખુલ્લા પ્લોટમાં સફાઈ કરવા બાબત, નેશનલ હાઇ-વે છઝઘ પાસે વાહનોને રોડ ક્રોસ કરવા પુલ/નાલુ બનાવવા બાબત, મેઈન રોડ પરના અસ્થાયી દબાણો દૂર કરવા, સોસાયટીમાં ગંદકી બાબત, પેવિંગ બ્લોક નાખવા બાબત, આંગણવાડી શરૂૂ કરવા બાબત, ફૂડ ઝોન બનાવવા, ટીપરવાનની અનિયમિતતા બાબત જેવા પ્રશ્નો રજુ થયેલ હતા.ં આગામી તા.29/07/2024, સોમવારના રોજ સવારે 09:00 થી 11:00 દરમ્યાન વોર્ડ નં.6માં વોર્ડ ઓફિસ, વોર્ડ નં.6- અ મયુરનગર, શક્તિ ઇન્ડસ્ટ્રીયલ ઝોન, શેરી નં.3, રાજકોટ ખાતે મેયરશ્રી તમારા દ્વારે (લોક દરબાર) કાર્યક્રમ યોજાશે.