For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઈલેક્ટ્રિક પોલ પરથી પસાર થતા ખાનગી કેબલોનો કાલથી સફાયો

04:50 PM Aug 01, 2024 IST | Bhumika
ઈલેક્ટ્રિક પોલ પરથી પસાર થતા ખાનગી કેબલોનો કાલથી સફાયો
oplus_2097152
Advertisement

અલગ-અલગ નેટવર્ક કંપનીના કેબલો સ્ટ્રીટલાઈટના પોલ પરથી દૂર કરવાની મુદત આજે પૂર્ણ થતાં કાલથી મનપા કાર્યવાહી કરશે

ટીઆરપી ગેમઝોન દૂર્ઘટના બાદ મહાનગરપાલિકાએ આગની દૂર્ઘટની શક્યતા વધુ હોય તેવી બાબતો ઉપર વધુ ભાર મુકી મહાનગરાપલિકાના સેન્ટ્રલ વિજપોલ અને શેરીએ સેરીએ સ્ટ્રીટલાઈટ માટેના પોલ ઉપરથી પસાર થતાં ખાનગી કંપનીઓના કેબલો દૂર કરવાનો નિર્ણય લઈ એક સપ્તાહ પહેલા તમામ કેબલ ઓપરેટરો અને અન્ય કંપનીના સંચાલકોને તેમના કેબલો દૂર કરવાની સૂચના આપી હતી. જે મુદત આજે પૂર્ણ થતાં આવતી કાલથી મહાનગરપાલિકાના જગ્યારોકાણ વિભાગ તથા રોશની વિભાગ અને પીજીવીસીએલની ટીમ સંયુક્ત કામગીરી હાથ ધરી કેબલો હટાવવાની કાર્યાહી શરૂ કરશે તેમ રોશની વિભાગમાંથી જાણવા મળેલ છે.

Advertisement

મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરભરમાં આવેલા સ્ટ્રીટલાઈટ પોલ ઉપરથી પસાર થતાં કેબલો દૂર કરવાની સૂચના આપવામાઁ આવી હતી. તમામ કેબલ ઓપરેટરો તેમજ અન્ય કંપનીના સંચાલકોને સેન્ટ્રલ લાઈટીંગ પોલ અને પીજી વી સીએલના પોલ કે જેમાં મનપાએ સ્ટ્રીટ લાઈટ ફીટ કરેલ હોય તે તમામ પોલ ઉપરથી કેબલો દૂર કરવા માટે સાત દિવસનો સમય આપ્યો હતો. જે મુદત આજે પૂર્ણ થઈ છે. છતાં એક પણ કેબલ ઓપરેટર અથવા અન્ય કંપનીના સંચાલકોએ પોતાના કેબલો દૂર કરવાની તસ્દી લીધી નથી. આથી હવે આવતી કાલથી આ કેબલો મહાનગરપાલિકા દ્વારા હટાવવામાં આવશે. ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ આગની દૂર્ધટના સર્જી શકે તેવા જોખમી વાયરો તેમજ અન્ય એકમો વિરુદ્દ કામગીરી શરૂક રવામાઁ આવી છે. તેવી જ રીતે તાજેતરમાં કયોસ બોર્ડના થાંભલા ઉપર લગાવવામાં આવેલા બોર્ડમાંથી વીજ કરંટ લાગતા એક વિદ્યાર્થીનીનું મૃત્યુ નિપજ્યું હતું. આથી આ સમગ્ર દુર્ઘટનાઓને ધ્યાને લઈ મહાનગરપાલિકાએ વીજ પોલ ઉપરથી પસાર થતાં તમામ પ્રકારના કેબલો દૂર કરવાનો નિર્ણય લીધો છે.

મનપાના રોશની વિભાગના જણાવ્યા મુજબ સેન્ટ્રલ લાઈટીંગના તમામ પોલ મહાનગરપલિકાની માલીકીના છે. જ્યારે પીજીવીસીએલ દ્વારા મુખ્ય લાઈન પસાર થતી હોય તે સહિતના પોલ ઉપર મનપાએ સ્ટ્રીટલાઈટ લગાવી છે. આથી સેન્ટ્રલ લાઈટીંગ પોલ અને સ્ટ્રીટ લાઈટના પોલ ઉપરથી પસાર થતાં તમામ પ્રકારના કેબલો દૂર કરવામાં આવશે. છતાં કોઈ જાતની અડચણ ન આવે અને કામગીરી સરળતાથી કરી શકાય તે માટે આજે મ્યુનિસિપલ કમિસનરને આ બાબતે વાકેફ કરી ઓર્ડર લેવામાં આવશે.

રોડને ઠેકાડતા કેબલોનું શું ?
મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીલટાઈટના પોલ ઉપરથી ખાનગી કેબલો દૂર કરવાની કાર્યવાહી આવતી કાલથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટલાઈટનું સંચાલન કરવામાં આવે છે. તેથી સ્ટ્રીટલાઈટના પોલ ખાલી કરવામાં આવશે. પરંતુ રોડ રસ્તા પણ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવે છે. અને આ જગ્યાની માલીકી પણ મહાનગરપાલિકાની હોય છે. ત્યારે રોડની બન્ને સાઈડ આવતા બિલ્ડીંગો ઉપરથી વાયર કાઢવા માટે રોડને ઠેકાડવામાં આવે છે. ઘણા રોડ ઉપરથી વાયરો હવામાં લટકેલા જોવા મળી રહ્યા છે. આથી મહાનગર પાલિકા આ પ્રકારના કેબલો દૂર કરવાની કાર્યવાહી કરશે કે કેમ તેવું ચર્ચાઈ રહ્યું છે.

શહેરભરમાં અનેક પ્રકારના નેટવર્ક ખોરવાવવાનો ભય
મનપા દ્વારા ઈલેક્ટ્રીક પોલ ઉપરથી પસાર થતાં દરેક પ્રકારના કેબલો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે. ત્યારે ઈલેક્ટ્રીક પોલ ઉપરથી મોટે ભાગે ડિસ કનેક્શનના તેમજ અલગ અલગ કંપનીના નેટ પ્રસારીત કરતા વાયરો વધુ હોય છે. આથી જો વાયરો દૂર કરવામાં આવશે અને કંપનીઓ દ્વારા નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે ત્યાં સુધીમાં અનેક ઘરોમાં ટીવી કાર્યક્રમો બંધ થઈ જવાની તેમજ બ્રોડ બેન્ડ સેવા ખોરવાય જવાનો ભય પણ તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવ્ય્ો છે. આથી આ મુદ્દે શું કાર્યવાહી થાય તે બાબતે સૌની મીટ મંડાઈ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement