રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રૈયાધાર વોટર ફિલ્ટર પ્લાન્ટ ફેઝ-2ના બન્ને કલેરીફાયરની સફાઇ

05:48 PM Jan 22, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

દૈનિક પાણી વિતરણ રાબેતા મુજબ ચાલુ રાખી કરાઇ કામગીરી

Advertisement

રાજકોટ મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનીટ-રૈયાધાર ઝોન (મીકેનીકલ) દ્વારા તાજેતરમાં 50 એમ.એલ.ડી. ક્ષમતાના રૈયાધાર વોટર ફિલ્ટર પ્લાન્ટ ફેઝ-2ના બન્ને ક્લેરીફાયરની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. આ તમામ કામગીરી દરમ્યાન શહેરની જાહેર જનતાને કોઈ અગવડ ન પડે તે શુભઆશયથી દૈનિક પાણી વિતરણ રાબેતા મુજબ ચાલુ રાખી, કોઈ પણ પ્રકારના શટડાઉન રાખ્યા વિના બન્ને ક્લેરીફાયરની સફાઈ કામગીરી કરવામાં આવેલ હતી. આ કામગીરી અંતર્ગત ક્લેરીફાયરમાં જમા થયેલ સ્લજને સંપૂર્ણપણે દૂર કરી, સ્ક્રેપીંગ/બ્રશીંગથી ક્લેરીફાયર તથા તેની ઓવરફ્લો ચેનલ, ઇનલેટ ચેનલ, સેટલવોટર ચેનલ વિગેરેની સફાઈ કરી, બ્લીચીંગ સોલ્યુશનનો છંટકાવ કરવામાં આવેલ.

આ સમગ્ર કામગીરી એડી.સીટી એન્જીનીયર (ઇ.ચા.) કે.પી.દેથરીયાના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી એકઝીક્યુટીવ એન્જીનીયર(મીકે.) વી.એચ.ઉમટના સુપરવિઝનમાં, એડી.આસી. એન્જીનીયર એ.એમ.કંઝારીયા, કેમીસ્ટ કે.કે.વ્યાસ, વર્ક.આસી. એચ.જી. ત્રિવેદી તથા લાલજીભાઇ સોજીત્રા સહિતની ટેકનીકલ ટીમ દ્વારા કરવામાં આવેલ હતી.

Tags :
guajarat newsgujaratrajkotWater Filter Plant
Advertisement
Advertisement