ભાડવા ગામે આંચકીની બીમારીથી ધોરણ.4ની વિદ્યાર્થિનીનુંં મોત
કોટડાસાંગાણીના ભાડવા ગામે આચકીની બિમારીથી ધો.4ની વિદ્યાર્થીનીનું મોત નીપજ્યુ હતું. માસુમ બાળકીના મોત થઇ પરપ્રાંતિ પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ એમપીના વતની અને હાલ કોટડાસાંગાણીના ભાડવા ગામે ચંદુભાઇ ધુસાભાઇ ખુંટની વાડીમાં મંજૂરી કામ કરતા પીંજુભાઇ મેડાની નવ વર્ષિય પુત્રી પ્રેમીલા આજે સવારે વાડીએ હતી. ત્યારે આચકી ઉપડતા તેને બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોેકે, સારવાર મળે તે પહેલા જ તેનુ મોત નિપજ્યુ હતુ. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કોટડાસાંગાણી પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક પ્રેમીલા બે ભાઇ બે બહેનમાં વચેટ અને ધો.4માં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યુ છે.. પુત્રીના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી.
જયારે બીજા બનાવમાં શહેરના સામાકાંઠે દુધસાગર રોડ પર આવેલી આકાશદીપ સોસાયટીમાં રહેતી રીનાબેન મયુરભાઇ પંડ્યા (ઉ.વ.30)નામની પરિણીતા આજે સવારે ઘરે હતી ત્યારે કિડનીની બિમારી સબબ બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનુ મોત નીપજ્યુ હતું. પ્રાથમિક તપાસમાં મૃતકના પતિ ઇલેકટ્રીક કામ કરતા હોવાનુ અને તેને સંતાનમા એક પુત્ર હોવાનુ જાણવા મળ્યુ છે...