રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોર્પોરેશનના વર્ગ 3-4ના કર્મચારીઓ કાલથી લડતના માર્ગે

04:10 PM Dec 12, 2023 IST | Bhumika
Advertisement

ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓએ મૌખિક આશ્ર્વાસન આપેલ જેની અમલવારી ન થતા કાલે રામધૂન બોલાવી વિરોધ કરાશે

Advertisement

 

મનપાના કર્મચારી યુનિયનના અનેક પડતર પ્રશ્ર્નો આજ સુધી નિરાકરણ આવ્યો નથી. પ્રશ્ર્નો ની ચર્ચા માટે મીટીંગ આયોજન કરવામાં આવે તેવી સુચના મ્યુ.કમિશનર દ્વારા આપેલ તેમજ મૌંખીકમાં પણ આશ્ર્વાસન આપ્યા હતા. છતાં આ મુદ્દે આજ સુધી કોઇ કાર્યવાહી ન થતા કર્મચારી યુનિયન દ્વારા કાલે કોર્પોરેશન કચેરી ખાતે રામધૂન બોલાવી વિરોધ પ્રગટ કરી તંત્રને આંખ ઉઘડવાનો પ્રયાસ કરવામાં આવશે. અને આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ યુનિયને જણાવ્યું હતું.

મહાનગર પાલિકાના કર્મચારીઓનાં પ્રશ્ર્નો તાકિદે ઉકેલવાનો કમિશનરનો આદેશ હોવા છતાં આ બાબેત સંબંધિત અધિકારીઓએ કોઇ કાર્યવાહી ન કરતા આ વાતના વિરોધમાં કાલે બપોરે 11:30 વાગ્યે, રોષિત કર્મચારીઓ કમિશનરની ચેમ્બર પાસે રામધૂન બોલાવશે. આ બાબતે રાજકોટ મહાનગરપાલિકા કર્મચારી પરિષદનાં મહામંત્રી મૌલેશ વ્યાસ તેમજ પ્રેરિત જોષીએ જણાવ્યુ હતું કે, મનપાના હિતના પ્રશ્ર્નો 30મી નવેમ્બર સુધીમાં હલ કરવા અગાઉ મ્યુ.કમિશનરે સંબંધિતોને આદેશ કર્યો હતો. પણ સંબંધિત અધિકારીઓએ કમિશનરના આ આદેશને જાણે અભેરાઇ પર ચડાવી દીધો હોય, તેમ કોઇ કાર્યવાહી ન કરતાં તમામ કર્મચારીઓમાં રોષ છવાયો છે. રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓની માંગણીઓની ટુંકી વિગત કર્મચારીઓના ભરતી બઢતીના પ્રશ્નોના નિરાકરણ હેતુ પગાર સુધારણા કમિટીની રચના સને 2017 માં થયેલ હોવા છતા કમિટીની મીટીંગ થતી ન હોવા ના પ્રશ્ન બાબતે, કર્મચારી યુનીયનો સાથે પ્રશ્નોના યોગ્ય નિરાકરણ હેતુ દરેક માસના પ્રથમ શનિવારે મીટીંગ રાખવાનું નક્કી થવા છતા સને 2023 માં એક પણ મીટીંગ થયેલ ન હોવાના પ્રશ્ન બાબતે, રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ કામગીરી કે જેમાં ઓવરટાઇમ ચુકવવાનો થતો હોય તેમાં મુખ્ય ચોક્ક્સ શાખાના કર્મચારીઓને ફરજ સુપ્રત કરવામાં આવતી હોય જ્યારે મહાનગરપાલિકાની અન્ય કામગીરી કે કાર્યક્રમો જેમાં કોઇ નાણાકીય લાભ મળવાપાત્ર ન હોય તેમાં ચોક્ક્સ મુખ્ય શાખા સિવાય અન્ય તમામ શાખાઓને ફરજ સુપ્રત કરવામાં આવતા અન્યાય બાબતે, કર્મચારીઓની મેડીકલ પોલીસી માં આર્થીક સહાયમાં વધારો કરવા બાબતે અથવા તમામ કર્મચારીઓને કેશલેસ કાર્ડની સુવિધા તેમજ વર્ગ 4 ના કર્મચારીઓને જુથ વિમાનો લાભ આપવા બાબતે કર્મચારીઓની આવાસ યોજના પ્રશ્ન બાબતે. કર્મચારીઓના પગાર ફિક્સેશન ના પ્રશ્નોના નિરાકરણ અંગે. ચુટણી કામગીરીમાં ચુંટણીની કામગીરી સોંપવામાં આવે ત્યારે વર્ગ - 3 ના કર્મચારીઓને પોલીંગ ઓફીસરના બદલે પ્રીસાઇડીંગ ઓફીસર તેમજ બુથ લેવલ ઓફીસરની કામગીરીની તકલીફો અને વિસંગતતા દુર કરવાના પ્રશ્ન બાબતે. આ સિવાય અન્ય નાના મોટા અગાઉ રજુ કરાયેલ પરંતુ ઘણો સમય વિતી જવા છતા હજુ સુધી પેન્ડીંગ રહેલ પ્રશ્નોના નિરાકરણ સહિતના મુદ્દે આવતી કાલે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

યુનિયનોમાં પણ ફાટા દેખાયા: નનામી પત્રો વહેંચાયા
કર્મચારી યુનિયન દ્વારા પડતર પ્રશ્ર્ને આવતી કાલથી ધામધુમ સાથે લડતના મંડાણ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેની સામે યુનિયનોમાં પણ ફાટા હોય તેમ આજે એક નનામી પત્ર કોર્પોરેશન કચેરીમાં ફરતો થઈ ગયો હતો જેમાં અમુક ખાસ કર્મચારીઓ માટે જ આંદોલન કરવામાં આવી રહ્યું છે. તેમ જણાવવામાં આવેલ તેમજ અન્ય કર્મચારીઓ આ લોકોની વાતોમાં ન આવે તેવું પણ જણાવવામાં આવેલ આથી યુનિયનોમાં પણ ફાટા પડ્યા હોય તેવું આંદોલન પહેલા જોવા મળી રહ્યું છે.

Tags :
Corporationgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement