રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ધો.12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ: ગુણ ઓનલાઇન મૂકવા સૂચના

04:09 PM Feb 19, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

ગુજરાત બોર્ડ દ્વારા આજથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થયો છે. બોર્ડ દ્વારા સાયન્સની પ્રેકટીકલ પરીક્ષાના ગુણ મુકવા માટે માર્ગદર્શીકા જાહેર કરવામાં આવી છે. જેમાં પેપરના દિવસે જ ગુણ ઓનલાઇન ભરવા માટે સુચના આપવામાં આવી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ.12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા આજથી શરૂ થઇ છે. જોકે પ્રથમ દિવસથી જ વિદ્યાર્થીઓના માર્કસ ઓનલાઈન અપલોડ કરવાની બોર્ડ દ્વારા સ્કૂલોને સુચના અપાઈ છે. સ્કૂલોએ ઓનલાઈન માર્કસ ભરવા માટે નવા ચાર અંકવાળા સેન્ટર કોડ અને ફાળવેલ બિલ્ડિંગ કોડનો ઉપયોગ કરી લોગીન કરી શકાશે.

શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ.12 સાયન્સમાં બોર્ડ કક્ષાના પ્રાયોગિક વિષય રસાણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન આ ત્રણ વિષયની પ્રાયોગિક પરીક્ષાનો 19મી ફેબ્રુઆરીને સોમવારથી પ્રારંભ થશે. જે અન્વયે બોર્ડ દ્વારા અખબારી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે કે, પ્રાયોગિક પરીક્ષાના ગુણ 19મી ફેબ્રુઆરીથી બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈ ભરવાના રહેશે. પરીક્ષાર્થીની વિષયો બાબતે કે અન્ય કોઈ વિસંગતતા જણાય તો બોર્ડની કચેરીનો સંપર્ક કરવાની પણ સુચના આપવામાં આવી છે. પરીક્ષાર્થીઓના ગુણ પરીક્ષાર્થીઓને ફાળવેલ પરીક્ષાના જઈંઉ ગઘના આધારે ભરવાના રહેશે. ઓનલાઈન ગુણ ભરવા માટેની તમામ સૂચનાઓ લોગીન કર્યા બાદ ઓનલાઈન જોઈ શકાશે.

Tags :
12th Science Practical Examgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement