રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, 15.39 લાખ છાત્રોની કસોટી

11:23 AM Mar 11, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો. સમગ્ર રાજ્યના 15.39 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે ઉપસ્થિત રહેશે. પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાં ધોરણ-10ના 981 કેન્દ્ર અને ધોરણ-12ના 653 કેન્દ્ર નક્કી કરાયા છે. પ્રથમ દિવસે તમામ સેન્ટરો પર વિદ્યાર્થીઓનું સ્વાગત કરી પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાશે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની પરીક્ષા પદ્ધતિનું સરળીકરણ કરાયા બાદ પ્રથમ વખત પરીક્ષા લેવામાં આવી રહી છે. જેથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં પાસ થવું વધુ સરળ બનશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા માટે તમામ સ્કૂલો સીસીટીવીથી સજ્જ રાખવામાં આવી છે, ઉપરાંત પેપર લીક ન થાય તે માટે પ્રશ્નપત્રો વર્ગખંડ સુધી પહોંચે ત્યાં સુધીનું ટ્રેકિંગ એપ્લિકેશનના માધ્યમથી કરાશે.

શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષાઓ આજથી શરૂૂ થશે. ધોરણ-10ની પરીક્ષા આજથી શરૂ થશે અને 22 માર્ચના રોજ પૂર્ણ થશે. ધોરણ-10ની પરીક્ષા માટે સમગ્ર રાજ્યના 9,17,687 વિદ્યાર્થી નોંધાયા છે અને રાજ્યમાં 84 ઝોનમાં 981 કેન્દ્ર નક્કી કરાયા છે. ધોરણ-10ની પરીક્ષા માટે રાજ્યની 3184 સ્કૂલોનો ઉપયોગ કરાશે અને આ સ્કૂલોના 31829 બ્લોકમાં પરીક્ષા માટેની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું જાણવા મળે છે. પરીક્ષામાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનું ગોળ ધાણા ખવડાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા પણ આજથી શરૂૂ થશે અને 26 માર્ચના રોજ પૂર્ણ થશે. સામાન્ય પ્રવાહ માટે રાજ્યના 4,89,279 વિદ્યાર્થી નોંધાયા છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહ માટે રાજ્યમાં 506 કેન્દ્ર નક્કી કરાયા છે, જેમાં 1580 સ્કૂલમાં પરીક્ષા લેવાશે અને આ સ્કૂલના 15751 બ્લોકને પરીક્ષા માટે ઉપયોગમાં લેવાશે. ધોરણ-12 સાયન્સની પરીક્ષા આજથી શરૂૂ થશે અને 22 માર્ચના રોજ પૂર્ણ થશે. સાયન્સની પરીક્ષા માટે રાજ્યના 1,32,073 વિદ્યાર્થી નોંધાયા છે. ધોરણ-12 સાયન્સની પરીક્ષા માટે રાજ્યમાં 147 કેન્દ્ર નક્કી કરાયા છે. જેમાં 614 સ્કૂલોમાં પરીક્ષા લેવાશે અને આ સ્કૂલોના 6714 બ્લોકમાં પરીક્ષા માટેની બેઠક વ્યસ્થા ગોઠવાઇ છે. આમ, ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે રાજ્યમાં 56 ઝોનમાં 653 કેન્દ્ર નક્કી કરી ત્યાંથી પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.

શિક્ષણ બોર્ડની પરીક્ષા વખતે વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારની ગેરરીતિ ન કરે તે માટે પરીક્ષા માટે નક્કી કરેલી તમામ સ્કૂલો સીસીટીવીની દેખરેખ હેઠળ આવરી લેવાઇ છે. ઉપરાંત ઙઅઝઅ એપ્લિકેશન દ્વારા પ્રશ્નપત્રોની ઝોનલ કચેરીથી પરીક્ષા સ્થળ સુધી અને પરીક્ષા સ્થળ ખાતે પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર પહોંચે ત્યાં સુધીનું ટ્રેકિંગ કરાશે. પરીક્ષા સ્થળ કે પરીક્ષા ખંડમાં મોબાઈલ કે અન્ય ઈલેક્ટ્રોનિક ગેઝેટ લઈ જવા ઉપર પ્રતિબંધ છે. પોલીસ સહાયથી કેન્દ્ર સુધી પહોંચી શકાશે.આજે ધોરણ-10માં ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી, ઉર્દૂ, સિંધી, તામીલ, તેલગુ, ઉડિયા (તમામ પ્રથમ ભાષા), ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં સહકાર પંચાયત, નામાના મુળતત્વો, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર લેવામાં આવ્યું હતું.

શિક્ષણ બોર્ડની 80 સ્કવોડ વિદ્યાર્થીઓ પર નજર રાખશે
શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા વખતે વિદ્યાર્થીઓ ગેરરીતિ ન કરે તે માટે 80 જેટલી સ્કવોર્ડની ટીમની રચના કરી છે. પરીક્ષા વખતે આ ટીમો જુદાજુદા સેન્ટરો અને ખાસ કરીને સંવદેનશીલ તથા અતિસંવદનશીલ 666 કેન્દ્રો પર જોવા મળશે. આ ઉપરાંત બોર્ડ દ્વારા 5 જેટલી ટીમો રિઝર્વ પણ રખાઇ છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં સ્થાનિક 25-25 સ્કવોર્ડની રચના કરાઇ છે.

Tags :
10 and 12 board exam datesBoard Examexamgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement