For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધો.10નું ગુજરાતીનું પેપર સરળ નીકળ્યું, વિદ્યાર્થીઓ ખુશખુશાલ

06:56 PM Mar 11, 2024 IST | Bhumika
ધો 10નું ગુજરાતીનું પેપર સરળ નીકળ્યું  વિદ્યાર્થીઓ ખુશખુશાલ
  • વ્યાકરણ અઘરું લાગ્યું, ઉત્સાહપૂર્ણ માહોલમાં પ્રથમ દિવસ પુર્ણ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. ધોરણ 10નું ગુજરાતી, અંગ્રેજી, ઉર્દૂ, હિન્દી અલગ અલગ મીડિયમની પ્રથમ ભાષાનું પેપર લઈને વિદ્યાર્થીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પ્રવેશ આપ્યો હતો. વિદ્યાર્થીઓ પેપર પૂર્ણ કરીને પરીક્ષા કેન્દ્રોની બહાર નિકળી રહ્યા છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, પહેલું પેપર મસ્ત રહ્યું, લખવાની બહુ જ મજા આવી, એકદમ સરળ હતું.

Advertisement

ધો.10નું પ્રથમ ભાષા ગુજરાતી, અંગ્રેજી, ઉર્દુ વિષયનું પેપર શાંતિપૂર્ણ માહોલમાં પૂરૂૂ થયું છે. પ્રથમ પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. અંગ્રેજી માધ્યમના પેપરમાં વિમેન્સ સ્ટેટસ ઓફ ઇન્ડિયા અને એર પોલ્યુશન પર નિબંધો પૂછાયા હતા. અમદાવાદમાં યોજાયેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચ પર તમારા તારણો પર લેટર સ્ટોરી પૂછાઇ હતી. ગુજરાતી માધ્યમમાં દીકરી ઘરની દીવડી, મારો યાદગાર પ્રવાસ અને આપણા ઘડવૈયા બાંધવ આપણે પર નિબંધ પૂછાયો હતો. ગુજરાતી વિષયના પેપરમાં વૃક્ષારોપણ પર અહેવાલ પૂછાયો હતો. પરીક્ષા પદ્ધતિ બદલાઈ હોવાથી વિદ્યાર્થીઓને પેપર વધુ સરળ લાગ્યું હતું. ગુજરાતીના પેપરમાં અમુકને વ્યાકરણ થોડુ અધરૂ લાગ્યું હતું તો અમુક વિદ્યાર્થીને પેપર લાંબુ લાગ્યું હતું.

રાજકોટ જિલ્લામાં પ્રથમ દિવસે 1537 વિદ્યાર્થી ગેરહાજર
આજથી શરૂ થયેલી ધો.10ની બોર્ડ પરિક્ષાના પ્રથમ દિવસે ગુજરાતી ભાષાનું પેપર એકદર વિદ્યાર્થીઓને સરળ લાગ્યું હતું. રાજકોટ જીલ્લામાં પરિક્ષા આપતા ધો.10ના 38124 વિદ્યાર્થીઓ પૈકી આજે 36557 વિદ્યાર્થી હાજર રહ્યા હતા. જ્યારે 1537 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement