કેશોદનાં અજાબ ગામે ભાજપની બેઠકમાં બઘડાટી
કેશોદ ના અજાબ ગામે ભાજપના જીલ્લા પ્રમુખ ની અધ્યક્ષતામાં એક મિટિંગ મળી હતી તેમાં સ્થાનિક લોકોએ ભાજપ ના ભષટાચાર ને લઈને હોબાળો મચાવ્યો હતો. કેશોદ તાલુકા ના અજાબ ગામને સાંસદ અને ધારાસભ્યની ગ્રાન્ટમાં પણ વ્હાલા દવલાની નીતિ અપનાવાઈ રહી છે તાલુકા પંચાયત સભ્ય એ પોતાની વેદના રજુ કરી હતી.
ગયકાલે કેશોદ તાલુકાના અજાબ ગામે સંગઠનને લયને એક ભાજપની બેઠક મળી હતી આ બેઠક જીલ્લા પંચાયત સભ્ય સ્થાનિક ધારાસભ્ય અને જીલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ ભાજપ ની સભામાં અજાબ ગામના ખેડૂતોએ અને લોકોએ ભાજપ સરકારની ભ્રષ્ટાચારી કામગીરીથી નારાજ થઈ અને ભાજપની સભામાં આ બાબતે રજૂઆત કરતાં બબાલ શરૂૂ થઈ હતી આમ લોકો ના રોષ નો ભોગ ભાજપના જિલ્લા પ્રમુખ અને ધારાસભ્ય અને જીલ્લા પંચાયત ના સભ્યો વગેરે બનવુ પડ્યુ હતું અને આ સભામાં ભાજપ સામે રોષ ભભૂકી ઉઠતા સભા આખરે વિખેરાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.