ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરમાં બ્લેક ફિલ્મ કાર લઇ નીકળેલા છોટાઉદેપુરના કોન્સ્ટેબલની પીએસઆઇ સાથે માથાકૂટ

11:57 AM Aug 20, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

ભાવનગર શહેરમાં વાહન ચેકિંગ દરમિયાન મહિલા પીએસઆઇ એ કાર ને અટકાવી ડાર્ક કાચ અને ફેન્સી નંબર પ્લેટ અંગે દંડ ભરવાનું કહેતા કારમાં બેઠેલા છોટાઉદેપુરના પોલીસ કર્મી એ માથાકૂટ કરી ફરજમાં રુકાવટ કરતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. આ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગરના નિલમબાગ પોલીસ મથકમાં પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા જે.ડી. નિમાવત વાહન - ચેકીંગ ડ્રાઈવ અંતર્ગત ભાવનગરમાં મ: પાણીને ટાંકી પાસે વાહન ચેકીંગમાં હતા તે દરમિયાન લીલા સર્કલ તરફથી કે એક સ્કોર્પિયો કાર આવી હતી.

ફરજ બજાવતા પીએસઆઈએ કારને અટકાવી 1 હતી. કારમાં ફેન્સી નંબર પ્લેટ તથા ડાર્ક ફિલ્મ લગાવેલ હોય જેથી સ્થળ દંડ ભરી દો તેવી વાત છોટાઉદેપુર ખાતે 2 1 ફરજ બજાવતા પોલીસ કર્મચારી હિરેન મહેતાને જણાવી હતી. આથી હિરેન - મહેતા એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને જણાવેલ કે, નહું છોટા ઉદેપુર પોલીસમાં નોકરી કરૂૂ છું, હું દંડ ભરીશ નહીથ તેવું જણાવતા ફરજ પરના પીએસઆઈ સાથે અભદ્ર વર્તન કર્યું હતું. ભ તેમની સાથે કારમાં બેઠેલ બહેનને તેમના મોબાઈલમાંથી વીડિયો ઉતારવાનું જણાવતા બહેને ફરજ પરના પીએસઆઈનો વીડિયો ઉતારવાનું ચાલુ કર્યું હતું અને બોલાચાલી રકઝક કરવા લાગેલ. દરમિયાનમાં, સ્ટાફના માણસો સાથે હિરેન મહેતાને નિલમબાગ પોલીસ સ્ટેશને લવાયા હતા અને ગાડી ચાલકને સ્થળ દંડ ભરવા જણાવતા તે ફરજ પરના પીએસઆઈ ઉપર એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને હાથ લાંબા કરીને જણાવેલ કે, પતારા પટ્ટા, ટોપી ઉતરાવી નાખીશ, તું કેવી નોકરી કરે છો તે હું જોવ છું.

તમે કોઈ જગ્યાએ મળશો ત્યારે જાનથી પુરું કરી નાખીશથ તેવી પોલીસ સ્ટાફની હાજરીમાં ધાકધમકી આપી અપમાનિત કરી કાયદેસરની કરજમાં રૂૂકાવટ કરી હતી. જે અંગેની ફરિયાદ પીએસઆઈ જે.ડી. નીમાવતે નિલમબાગ પોલીસ મથકમાં હિરેન મહેતા વિરુદ્ધ નોંધાવતા પોલીસે ફરિયાદ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
bhavnagarbhavnagar newsblack film cargujarat newsPSI of Chotaudepur constable
Advertisement
Advertisement