રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સિવિલ હોસ્પિટલમાં સતત ચોથા દિવસે હડતાળ, દર્દીઓ દુ:ખી દુ:ખી

03:59 PM Aug 19, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ઇમર્જન્સી અને ઓપીડી સિવાયની મેડિકલ સેવા ઠપ, દૈનિક 100 જેટલા નાના-મોટા ઓપરેશન અટક્યા

જુનિયર તબીબોએ આંદોલન છાવણીમાં રવિવારે દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પ યોજયો

શહેરની સિવિલ હોસ્પીટલના જુનીયર તબીબોએ છેલ્લા ચાર દિવસથી કોલકતામાં મહિલા તબીબની નિર્મમ હત્યાના વિરોધમાં પીડીત પરિવારને ન્યાય મળે અને આરોપીઓને આકરી સજા કરવાની માંગ સાથે અચોક્કસ મુદતની હડતાળ છેડતા જિલ્લાભરમાંથી સિવિલમાં સારવાર માટે આવતા દર્દીઓ હેરાન પરેશાન થઇ રહ્યા હોવાની ફરીયાદો મળી રહી છે.

ઇમરજન્સી અને ઓપીડી સિવાયની મેડીકલ સેવા ઠપ્પ થઇ જતાં દર્દીઓને હોસ્પીટલમાં દરદર ભટકવું પડે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દર્દીઓ કહે છે કે સિવિલમાં સારવાર માટે પહોંચાય છે ત્યારે હડતાળ ચાલુ છે તેવા જવાબો મળતા હોવાના આક્ષેપો થયા છે.

તબીબી વર્તુળોમાંથી એવી વિગતો મળી રહી છે કે રાજકોટ જિલ્લા અને સૌરાષ્ટ્રમાં અહીંની સિવિલ હોસ્પીટલમાં રોજ જુદાજુદા વિભાગોમાં એક હજારથી વધુ દર્દીઓ ઓપીડીમાં આવતાં હોય છે અને રોજબરોજ નાના-મોટા 100 જેટલા ઓપરેશન થતાં હોય છે. પણ જુનીયર તબીબોની હડતાલને કારણે આવા ઓપરેશન અટકી પડતા દર્દીઓને નાછુટકે મોંઘીદાટ ખાનગી હોસ્પીટલોમાં સારવાર માટે મજબુરીવશ જવું પડે છે.

બીજી બાજુ પીડીયુ એમસીના જુનીયર ડોકટર એસોસીએશનના તબીબોએ શરૂ કરેલી બેમુદતી હડતાળથી સિવિલ હોસ્પીટલની આરોગ્યલક્ષી સેવાઓને ભારે અસર થઇ છે.

દર્દીઓ હોસ્પટલે પહોંચે પછી તબીબોની હડતાળને લીધે ’જોય તો જાયે કહાં?’ જેવી સ્થિતિમાં હેરાન પરેશાન થતા જોવા મળે છે.

Tags :
Civil hospital strikegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement