For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉત્તરાયણ પૂર્વે સિવિલ હોસ્પિટલ સજ્જ, ખાસ વ્યવસ્થા

04:36 PM Jan 11, 2025 IST | Bhumika
ઉત્તરાયણ પૂર્વે સિવિલ હોસ્પિટલ સજ્જ  ખાસ વ્યવસ્થા
oplus_2097152

કાન-નાક-ગળા, સર્જરી અને ઓર્થોપેડિક સર્જનો તથા વધારાના નર્સિંગ સ્ટાફની ટીમ તૈનાત

Advertisement

ઉતરાયણના તહેવારમા આકાશ રંગબેરંગી પતંગોથી છવાઇ જાય છે. પતંગના ઉત્સવમાં અનેક દુર્ઘટનાઓ પણ સામે આવતી હોય છે. ઇમરજન્સી કેસોમાં વધારો થાય છે. ત્યારે ઉતરાયણના તહેવારમાં અકસ્માતના વધતા બનાવોને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ બન્યુ છે. ઇએનટી અને ઓર્થોપેડીક વિભાગોમાં સર્જનો અને વધારાના નર્સિંગ સ્ટાફની ટીમ તૈનાત રાખવામા આવી છે.

મકરસંક્રાતીના તહેવારમાં પતંગની દોરોથી ગળામાં ઇજા થવાના અને ધાબા ઉપરથી પડી જવાના કેસો વધુ નોંધાતા હોય છે. દર વર્ષે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 14 જાન્યુઆરીના દિવસે 30-40 જેટલા કેસો નોંધાતા હોય છે. રાજયમાં આ વર્ષે ઇમરજન્સીના કેસોમાં 30ટકાનો વધારો થવાનો અંદાજ છે.

Advertisement

જેથી રાજયભરમાં 800થી વધુ 108 કાર્યરત રહી તાત્કાલીક સેવા પૂરી પાડશે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર પણ સજ્જ બન્યુ છે. વહિવટી તંત્ર દ્વારા ઉતરાયણના દિવસે આવતા કેસોને પહોંચી વળવા ખાસ વ્યવસ્થા ઉભી કરવામા આવી છે.

સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા ઇએનટી તબીબ-2, સર્જરી તબીબ-2, ઓર્થોપેડિક સર્જન-2 અને વધારાના બે નર્સિંગ સ્ટાફને ખડેપગે રહેવા સૂચના આપવામા આવી છે. આ ઉપરાંત જો વધુ કેસો નોંધાશે અને જરૂર પડશે તો વધારાના સ્ટાફને પણ બોલાવામા આવશે તેમ જાણવા મળ્યુ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement