સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટોર ઇન્ચાર્જ ડો. નથવાણીની બદલી
05:28 PM Sep 25, 2025 IST | Bhumika
રાજકોટની સિવિલ હોસ્પિટલમા તાજેતરમાં આરોગ્ય કમિશ્નરે રોગી કલ્યાણ સમિતિની બેઠકમા હાજરી આપતા દવા ખરીદી સહિતની શંકાસ્પદ બાબતો અંગે તડાફડી બોલાવ્યા બાદ હવે સિવિલ હોસ્પીટલના તબીબી અધિક્ષક ડો. જન્મન્જય નથવાણીની દેવભૂમિ દ્વારકા ખાતે બદલી કરવામા આવતા ચર્ચા જાગયી છે.
Advertisement
મળતી માહિતી મુજબ ડો. નથવાણી મેડિકલ સ્ટોરના પણ ઇન્ચાર્જ છે અને રૂા. 20 કરોડની દવાની ખરીદીમાં નીતિ-નિયમો નહીં જળવાયાનું ધ્યાને આવતા આરોગ્ય કમિશનરે ભારે નારાજગી વ્યકત કરી આ દવા ખરીદીના બિલો મંજુર કરવાની મનાઇ ફરમાવી દીધી હતી.
હવે ડો. નથવાણીની રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લામા બદલી કરી નાખવામા આવતા સિવિલ હોસ્પિટલના વર્તુળોમાં ચર્ચા જાગી છે.
Advertisement
Advertisement