સિવિલ હોસ્પિટલના જુનિયર તબીબો આજે રાત્રે કાઢશે શાંતિપૂર્ણ કેન્ડલમાર્ચ
કોલકતામાં મહિલા તબીબની હત્યાના વિરોધમાં વધુ લોકોને જોડાવા કરાશે હાકલ
કોલકતાની મેડીકલ કોલેજના મહીલા તબીબની હત્યાના પડઘા દેશભરમાં પડયા છે. રાજકોટમાં સિવિલ હોસ્પીટલમાં જુનીયર તબીબો દ્વારા છેલ્લા 6 દિવસથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરાઇ છે. પીડીતાને શ્રધ્ધાંજલી આપવા માટે અને આરોપીઓ સામે આકરા પગલા ભરવાની માંગ માટે ચાલતી હડતાળ દરમિયાન આજે 6ઠ્ઠા દિવસે જુનીયર તબીબોએ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે.
રેસકોર્ષ ગેઇટથી રાત્રીના 8 વાગ્યે શાંતિપૂર્વક નિકળનારી કેન્ડલમાર્ચ કિશાનપરા ચોક, આમ્રપાલી અંડરબ્રીજ સુધી ફરશે. કેન્ડલ માર્ચના આયોજક જુનીયર તબીબોનું કહેવું છે કે તબીબો પર થતા હિંસક હુમલા હત્યા જેવી ઘટનાઓ બાબતે આમ પ્રજા જાગૃત લોકો પણ વિરોધાત્મક કાર્યક્રમોમાં જોડાય તેવી અપીલ માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વધુમાં વધુ શહેરીજનો જોડાય તેવી જુનીયર તબીબોને આશા છે.