રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અધૂરા માસે જન્મેલા બાળકને નવજીવન બક્ષતા સિવિલ હોસ્પિટલના તબીબો

04:16 PM Aug 02, 2024 IST | admin
Advertisement

740 ગ્રામના બાળકને કાંગારું મધર કેર પદ્ધતિથી 79 દિવસ સારવાર બાદ રજા અપાઈ

Advertisement

શહેરની સિવિલ હોસ્પિટલમાં 740 ગ્રામના વજન સાથે અધુરા માસે જન્મેલા નવજાત બાળકનું તબીબોની ટીમ દ્વારા કાગારૂ મધર કેર પધ્ધતિથી સઘન સારવાર આપી બાળકને નવજીવન આપ્યું હતું. 79 દિવસની સારવાર બાદ બાળકનો વજન વધતાં અને તે સંપૂર્ણ સ્વસ્થ થઈ જતાં તેને રજા આપવામાં આવી હતી.

26 અઠવાડિયાની પ્રેગનન્સી બાદ 740 ગ્રામના વજન સાથે અત્યંત ઓછા વજનથી જન્મેલા બાળકની ખઈઇં, ઙઉઞ સિવિલ હોસ્પિટલ ખાતે નોર્મલ ડિલિવરી દ્વારા પ્રસૂતિ કરવામાં આવી હતી. બાળકને જન્મથી ગંભીર ગૂંગળામણ થતી હોવાથી વેન્ટિલેટર અને અન્ય સહાયક ઉપચાર પર મૂકવામાં આવ્યું હતું. બાળકને એક અઠવાડિયું વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા પછી ધીમે ધીમે શ્વાસ લેવાની ક્ષમતા વધતા ઈઙઅઙ (ઈજ્ઞક્ષશિંક્ષીજ્ઞીત ઙજ્ઞતશશિંદય અશિૂફુ ઙયિતતીયિ) મશીન અને ત્યાર બાદ ઓક્સિજન પર ખસેડવામાં આવ્યું હતું.

બાળક ખુબ જ વહેલા જન્મને કારણે તેની અલગ અલગ જટિલતાઓ જેવી કે નેક્રોટાઇઝિંગ એન્ટરકોલાઇટિસ, એનિમિયા અને પ્રિમેચ્યોરિટી ઓફ રેટિનોપેથી થી પણ પીડાતું હતું.

એકવાર બાળક સ્થિર થઈ ગયા પછી, ધીમે ધીમે માતાનું એક્સ્પ્રેસ્ડ બ્રેસ્ટમિલ્ક વધારવામાં આવ્યું. માતાના સ્તનપાન અને માતા-પિતા બંને દ્વારા અપાતી કાંગારૂૂ મધર કેર એ બાળકનું વજન વધારવા માટે મોટો ટેકો આપ્યો. કાંગારુ મધર કેર ઓછા વજનવાળા બાળકો માટે વરદાનરૂૂપ સાબિત થયેલી પદ્ધતિ છે.

જેમાં નવજાત શિશુને માતાની છાતી સાથે શિશુના શરીરનો સીધો સંપર્ક થાય તેમ વળગાડીને રાખવામાં આવે છે. જીવનના 79મા દિવસે બાળકે 1.7 કિલો વજન હાંસલ કર્યું. ત્યાર બાદ બાળક ખુલ્લી હવામાં યોગ્ય રીતે શ્વાસ લેવા સક્ષમ થતા, હૃદયના ધબકારા તથા રક્તપ્રવાહ સ્થિર થતા અને સારી રીતે સ્તનપાન કરતુ થતા તેને સફળતાપૂર્વક ડિસ્ચાર્જ કરવામાં આવ્યું હતું.

Tags :
babyborncivilhospitalgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement