વાંકાનેરમાં રોમિયોગીરી કરતા 10ને કાયદાના પાઠ ભણાવતી શહેર પોલીસ
હાલમાં નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે નવરાત્રિ દરમિયાન ઘણા આવારા તત્વો બાઈક લઈને રોમિયોગીરી અને સીન સપાટા કરતાં હોય છે. આવા અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાની સૂચના હોય વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન દ્વારા આ શખ્સોને પકડીને પાઠ ભણાવવામાં આવ્યો હતો. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હાલ ચાલતા પવિત્ર નવરાત્રી તહેવાર દરમિયાન રાત્રિના આવારા તત્વો દ્વારા બાઇકથી ખોટા સીનસપાટા કરવામાં આવતા હોય છે, ત્યારે પીઆઇ એચ. વી. ઘેલા, પીએસઆઇ ડી. વી. કાનાણી તથા વી. કે. મહેશ્વરી તેમજ સીટી પોલીસ ટીમ દ્વારા ગતરાત્રિના વાંકાનેર શહેરની તમામ ગરબીઓમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી શહેરના નવાપરા, મિલપ્લોટ, જકાતનાકા તેમજ માર્કેટ ચોક સહિતની જગ્યાએથી આવારા તત્વો તેમજ ત્રિપલ સવારીમાં જરૂૂરી આધાર પુરાવા વગર નીકળેલ 10 જેટલા બાઇકને ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.