ગોંડલમાં રૂા.50,500નો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરતી સિટી પોલીસ
રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચનાથી તેમજ ગોંડલ DYSP કે.જી. ઝાલા અને PI એલ.આર. ગોહિલ ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે ઓગસ્ટ - 2025 મહિનામાં ગોંડલ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ અરજદારોની ખોવાયેલ કિંમતી ચીજવસ્તુઓ શોધી કાઢી મૂળ માલિકને પરત કરી સરાહનીય કામગીરી કરી હતી...
ગોંડલ સીટી પોલીસે ગોંડલના શોભનાબેન મકવાણાની રૂૂ.2000 ની સાયકલ પરત કરી હતી. ધારી ગામના સતરાભાઈ નીનામા ને 5000 રૂૂપિયાનો વિવો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ ગુમ થયેલ મોબાઈલ પાછો અપાવ્યો હતો.ગોંડલના પુનિતાબેન બરંભીયાનું ખોવાયેલ રોકડા 13500 રૂૂપિયાનું પર્સ શોધી પરત આપ્યું હતું. તેમજ તાલુકાના શ્રીનાથગઢ રહેતા રોહિલ વઘાસિયાનું 30,000 રૂૂપિયાનું હોન્ડા સાઈન મોટરસાઈકલ પરત અપાવ્યું હતું. આમ ગોંડલ સીટી પોલીસ સ્ટાફે કુલ રૂૂ.50,500/- નો મુદ્દામાલ મૂળ માલિકને પરત આપી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કર્યું હતું.
આ કામગીરી ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના PI એલ.આર.ગોહિલ, HC યુવરાજસિંહ ગોહિલ, મહાવીરભાઇ બોરીયા, ક્રિપાલસિંહ ઝાલા, PC ભાવેશભાઇ સાસીયા, હરેશભાઇ લુણી, જયસુખભાઇ સોરીયા દ્વારા કરવામાં આવેલ હતી.