ધોરાજીમાં 11 વર્ષના ગુમ થયેલ બાળકને શોધીને પરિવારને સોંપતી સિટી પોલીસ
પિતાએ વહેલા સુઇ જવા બાબતે ઠપકો આપતા બાળક ઘરેથી જતો રહેલ
ધોરાજીના ગુમ થયેલા બાળકોને ગણતરીના કલાકોમાં શોધી કાઢી આ બાળકને તેના પરિવારને સીટી પોલીસે સોંપી આપેલ છે. આ અંગેની વિગતો એવી છે કે રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર, પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તથા મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજ (ધોરાજી વિભાગ)ના માર્ગદર્શન હેઠળ ધોરાજી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા મોહમદભાઇ ગનીભાઇ સમાના સગીર વયનો પુત્ર રાસીદ મોહમદભાઇ સમા (ઉ.વ.11) તેના પિતાએ વહેલુ સુઇ જવા બાબતે ઠપકો આપતા ઘરેથી જતો રહેલ હોય જેથી આ ગંભીરતાને ધ્યાને લઇ ગુમ થયેલ સગીરને તાત્કાલીક શોધી કાઢવા જરૂૂરી સુચના આપેલ હોય જે અનુસંધાને ધોરાજી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.એસ.ગરચરની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસોએ અલગ અલગ ટીમો કાર્યરત કરી ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસથી ઘરેથી જતા રહેલ સગીરાને ધોરાજીના જુના ઉપલેટા રોડ, દાવત હોટેલ પાસેથી શોધી કાઢી ધોરાજી સીટી પોલીસ સ્ટેશન ખાતે લાવી યોગ્ય કાઉન્સીલીન કરી તેમના પરિવારને સોંપવામાં આવેલ છે.