રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સિટી બસના ચાલકે એક્ટિવાસવાર પરિણીતાને ઉલાળી

04:27 PM Feb 28, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

સિટી બસના ચાલકો બેફામ: 3 દિવસમાં 3 અકસ્માત

Advertisement

સ્કૂટર બસની આગળના ભાગે ફસાઇ ગયું: પરિણીતા ફંગોળાઇ જતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાઇ

શહેરમાં સીટીબસના ચાલકો બેફામ રીતે બસ ચલાવતા હોવાની અનેક ફરિયાદો ઉઠવા છતા તંત્ર દ્વારા કોઇ પગલા લેવામાં ન આવતા હોવાથી નિર્દોષ શહેરીજનો ભોગ બની રહ્યા છે. ત્યારે છેલ્લા 3દિવસમાં સીટીબસના ચાલકોએ 3 સ્થળે અકસ્માત સર્જયાના બનાવો સામે આવ્યા છે. બે દિવસ પહેલા માધાપર ચોકડી પાસે બીઆરટીએસના ચાલકે કોર્પોરેશના કર્મચારીના પિતાને ઠોકરે ચડાવ્યા હતા.

જયારે ગઇકાલે કોઠારીયા ચોકડી પાસે કાર પાછળ સીટીબસ અથડાતા કારમાં 30 હજારનું નુકસાન થયુ હતુ. ત્યારે આજે વધુ એક ઘટનામાં જામનગર રોડ પર બજરંગ વાડીમાં સીટીબસના ચાલકે એકટિવા સવાર પરિણીતાને ઉલાળી અકસ્માત સર્જાયો હતો જેમાં પરિણીતાને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.જાણવા મળતી વિગત મુજબ બજરંગ વાડી વિસ્તારમા આવેલા શાતિનીકેતન પાર્ક શેરી.નં.3માં રહેતા ખુશ્બુ બેન પ્રણવભાઇ ભટ્ટ (ઉ.વ.28) નામની પરિણીતા આજે સવારે પોતાનું એકટિવા લઇ કામ સબબ જઇ રહી હતી ત્યારે બજરંગ વાડી સર્કલ નજીક ચોકમાં પહોંચતા પૂરપાટ ઝડપે આવતા સીટીબસના ચાલકે એકટિવા સવાર પરિણીતાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ખુશ્બુબેન એકટિવા ઉપર ઉલળી 5-7 ફૂટ દુર રોડ ઉપર પટકાઇ હતી જયારે એકટિવા સીટીબસના આગળના ભાગે ફસાઇ ગયુ હતુ. અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત ખુશ્બુબેનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડામાં આવ્યા હતા. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસે હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી જઇ અકસ્માત સર્જનાર સીટીબસના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે..

પ્રાથમિક તપાસમાં 54 નંબરની રૂટની સીટીબસની ચાલકે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થઇ ગય હતી. જે સીસીટીવી ફૂટેઝ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા હતા. જેમાં પરિણીતા સ્કૂટર લઇ આવતી હોવાનુ અને ચોકમાં પહોંચતા જ બીજી તરફથી પુરપાટ ઝડપે આવતી સીટીબસના ચાલકે અકસ્માત કર્યો હોવાનું દેખાઇ રહ્યુ છે. શહેરમાં અવાર નવાર સીટીબસના ચાલકો અકસ્માત સર્જતા હોવાથી શહેરીજનોમાં તંત્ર આવા સીટીબસના ચાલકો વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.

Tags :
accidentgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement