પાલિકા-પંચાયતોની ભવ્ય જીતને વધાવતું શહેર ભાજપ
રાજકોટ શહેર ભાજપના પ્રમુખ મુકેશભાઇ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાએ એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી દેશમાં જે રીતે કાર્ય કરી દેશને સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં વિકાસ કરી સામાન્યમાં સામાન્ય માણસનો ખ્યાલ રાખી દેશના અર્થતંત્રને મજબુત કરી રહી છે અને આજ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદીના કામથી દેશની જનતાનો વિશ્વાસ જીતી લીધો છે હાલમાં જ દિલ્હી ખાતે ભાજપનો ભગવો લહેરાયો અને વધુ એક વખત ભાજપે સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં જુનાગઢ મહાનગર પાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ વિરોધી પાર્ટીને સ્પષ્ટ બહુમતીથી હરાવી જુનાગઢમાં મહાનગર પાલિકાની સ્થાનિક સત્તા ઉપર ભાજપનો ભગવો લહેરાવી પોતાની સ્વચ્છ પ્રતિભાને દેશના વિકાસમાં વધુ એક કલગીનો વધારો કરવામાં આવેલ છે.
આ ચુંટણી પ્રચારમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ જુનાગઢ મહાનગર પાલિકાની ચુંટણીમાં જુનાગઢ શહેરનું સંગઠન સુદ્રઢ બને અને મહાનગરપાલિકામાં ભાજપનું કમળ ખીલે અને ભાજપનો ભગવો ધ્વજ ફરી એક વખત લહેરાય તે માટે જુનાગઢ શહેરમાં ચુંટણી પ્રચારમાં જોડાઇ સતત 15 દિવસ સુધી મોનીટરીંગ કરી જુનાગઢ શહેરના તમામ વોર્ડમાં કાર્યકર્તાઓને સાથે રાખીને જુનાગઢના મતદારોનો ડોર-ટુ-ડોર પર્સનલ સંપર્ક કરી તેમને ભારતીય જનતા પાર્ટીની વિચાર ધારાથી માહિતગાર કર્યા હતા અને પેનલ ટુ પેનલ મતદાન કરી ઉમેદવારોને જીતાડવા સમજાવ્યા હતા.
રાજકોટ મહાનગરના કર્મષ્ઠ કાર્યકર્તાઓની દિવસ રાતની અથાગ અને સતત મહેનતના પરિણામે જુનાગઢ મહાનગરપાલિકામાં અપેક્ષા મુજબ જ ભારતીય જનતા પાર્ટીનો ભવ્યાતિભવ્ય વિજય થયો છે તે બદલ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, લોકસભા સાંસદ પરશોતમભાઇ રૂૂપાલા, પૂર્વસાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજયસભા સાંસદ રામભાઇ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા તેમજ ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, મેયર નયનાબેન પેઢડીયા, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, કાર્યાલય મંત્રી હિતેષ ઢોલરીયા, સહકાર્યાલય મંત્રી શૈલેષ દવેએ પ્રચાર કાર્યમાં જોડાયેલા હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ હતા. રાજકોટ શહેર ભાજપના પ્રમુખ મુકેશભાઇ દોશીએ જુનાગઢ મહાનગર પાલિકાની સ્વરાજયની ચુંટણીમાં ભાજપનો ભવ્ય જીતને વધાવવા માટે શહેર ભાજપ દ્વારા આજે બપોરે કિશાનપરા ચોક ખાતે ફટાકડા ફોડી આતશબાજી તેમજ મીઠાઇ વહેંચી સૌ કોઇના મોઢા મીઠા કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.