નાગરિક બેંકના ડબલ સભ્યપદ વાળા ફોર્મ રદ થશે?
હાઇકોર્ટમાં આવતીકાલે સુનાવણી, સહકાર પેનલના 10થી વધુ ઉમેદવારો અને 80 જેટલા ડેલિગેટ પણ ડ્યુઅલ મેમ્બરશિપ ધરાવે છે
સંસ્કાર’ પેનલના કો-ઓડિનેટર વિબોધ દોશીએ જણાવ્યું છે કે આગામી તા.14ને ગુરુવારે હાઇકોર્ટના જસ્ટીસ દેવેન્દ્ર દેસાઇનો ચુકાદો નાગરિક બેન્કની ચૂંટણીમાં અતિમહત્વનો ’ટર્નિંગ પોઇન્ટ’ સાબિત થશે તેવી પૂરી સંભાવના છે.
બેવડા સભ્યપદ એટલે કે ડયુઅલ મેમ્બરશિપને આધાર બનાવીને ’સંસ્કાર’ પેનલના કલ્પકભાઈ મણિઆર સહિતના 4 ઉમેદવારોના ફોર્મ રદ થયા છે. આની સામે કલ્પકભાઈ સહીતના ઓએ હાઇકોર્ટમાં હરીફ જૂથની સહકાર પેનલના 10 થી વધુ ઉમેદવારો ડયુઅલ મેમ્બરશિપ ધરાવે છે. તેના પૂરાવાઓ રજૂ કરી દીધા છે. તદ્દ ઉપરાંત એ પણ રજૂઆત કરવામાં આવેલ છે કે 312 ડેલીગેટો એટલે કે મતદારો માહેથી 80 થી વધુ ડેલિગેટ કે જેમાં અમારાં તેમજ સામેના મળીને 14 થી વધુ ડિરેકટર પદના ઉમેદવારોનો સમાવેશ થઈ જાય છે.
વિબોધ દોશીએ જણાવેલ છે કે ભારતિય બંધારણ તેમજ પ્રવર્તમાન કાયદાઓ અન્વયે ’સમાનતા’ નો સિદ્ધાંત એ અનિવાર્ય પણે લાગુ પડતો હોય છે. આથી આ 14ના હાઇર્કેટમાં કલ્પકભાઈ મણિઆર સહિતના સંસ્કાર પેનલનાં 4 ઉમેદવારો માન્ય રહેશે. અગરતો સહકાર પેનલના 10 ઉમેદવારો અમાન્ય એટલે કે ગેરલાયક ઠરશે. એ પણ રસપ્રદ બનશે કે ઉમેદવાર બનવા માટે હકદાર એવા 80 થી વધુ ડેલિગેટ કે જેઓ ડયૂઅલ મેમ્બરશિપ ધરાવે છે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે કે કેમ? તે નિર્ણય રાજકોટ નાગરિક સહકારી બેન્કની આગામી તા.17ના યોજાયેલી ચૂંટણીમાં ટનિંગ પોઈન્ટ સાબિત થશે. વિબોધ દોશીએ તટસ્થતા પૂર્વક તેમજ પોતે એડવોકેટ હોવાના નાતે આ પ્રકારની છણાવટ કરેલ છે.
સંસ્કાર પેનલનાં કો-ઓડિનેટર દોશીએ એમ પણ જણાવેલ છે કે નાગરિક બેન્કના લાખો લોકોના કરોડો રૂૂપિયાની સલામતી-સુરક્ષા માટે બેંક કૌભાંડ મુક્ત બને તે મુખ્ય અને અંતિમ લક્ષ્ય સંસ્કાર પરિવારનું છે. હાલમાં કલ્પકભાઈના નેતૃત્વમાં અમારાં 11 ઉમેદવારી તમામ મતદારોની વ્યક્તિગત રીતે રૂૂબરૂૂ મળીને સંપર્ક કરી રહેલ છે અને ખૂબ સારો પ્રતિસાદ મળી પણ રહેલ છે. ગુપ્ત મતદાન થવાનું હોવાથી બહુમતી માટે જરૂૂરી એટલા 11 ઉમેદવારો જંગ બહુમતીથી ચૂંટાઇને આવશે તેવો અમોને અડગ વિશ્વાસ છે.
આ માત્ર બેંકની પ્રતિષ્ઠા માટેની ચૂંટણી નથી પણ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને ભારતિય જનતા પાર્ટીની વિચારધારા પ્રત્યેના વિશ્વાસ અને પ્રતિષ્ઠાની પણ ચૂંટણી બની ગયેલ છે.