For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્પીડ પકડતો કોલેરાનો રોગચાળો: કોલેરાના 2 દિવસમાં 8 કેસ

12:00 PM Jul 24, 2024 IST | admin
સ્પીડ પકડતો કોલેરાનો રોગચાળો  કોલેરાના 2 દિવસમાં 8 કેસ

સવા મહિનામાં કુલ 20 કેસ: તંત્ર કલોરીનની ગોળીઓનું વિતરણ કરવામાં વ્યસ્ત

Advertisement

જામનગરમાં સોમવારે કોલેરાના છ કેસ નોંધાયા પછી મંગળવારે વધુ બે કેસ નોંધાયા છે. હાલ એકાદ ડઝન થી વધુ દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે.

શહેરમાં કોલેરાનો રોગચાળો ગતિ પકડી રહ્યો છે ત્યારે બીજી તરફ તંત્ર માત્ર સર્વે અને ક્લોરિન ટેબલેટ વિતરણમાં વ્યસ્ત હોવાનું જણાય છે. શહેરમાં નગરજનોને આપવામાં આવતાં પિવાના પાણીની ગુણવત્તા કોલેરાના રોગચાળામાં ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આથી અત્યારે વધુમાં વધુ ધ્યાન આ બાબત પર અપાવું જોઈએ. કેમ કે, બીજી તરફ ચોમાસુ પણ ચાલી રહ્યું છે,

Advertisement

શહેરમાં જલભરાવ થઈ રહ્યો છે, આ સ્થિતિમાં ગટરના અથવા અન્ય ગંદા પાણી પિવાના પાણીની લાઈનમાં ભળી જવાની શકયતાઓ વધી જતી હોય છે, આથી સાવચેતી રાખવી જરૂૂરી છે. જામનગરમાં છેલ્લા દોઢેક માસ થી કોલેરાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ગત શનિવારે વધુ 2 કેસ, જ્યારે સોમવારે વધુ 6કેસ પછી મંગળવારે પણ વધુ 2 કેસ નોંધાયા છે.

જામનગર મા દોઢેક માસ મા કોલેરા નાં કુલ 20 કેસ નોંધાયા છે.હાલ પણ હોસ્પિટલમાં 15 થી વધુ દર્દીઓ દાખલ છે.અને તેઓ ની સારવાર ચાલી રહી છે.

આજે સાત વર્ષ નું બાળક અને એક યુવાન નો સમાવેશ થાય છે. તેઓને ઝાડા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ જામનગર મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તાર માં આનુસંગિક કામગીરી હાથ ધરવામાં આવી રહી હોવાની જાહેરાત થઈ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement