જાફરાબાદમાં બોટમાંથી ચાઈનીઝ કંપનીનું એઆઈએસ આવતા ચકચાર
11:20 AM Apr 26, 2025 IST
|
Bhumika
Advertisement
કોઈ વાંધાજનક સંંદેશા વ્યવહારની આપ-લે કરવામાં આવી છે કે કેમ? તપાસનો ધમધમાટ
Advertisement
જાફરાબાદમા સામાકાંઠા પુલ પાસેથી એક બોટમા તપાસ હાથ ધરાઇ હતી.
બોટમાથી ચાઇનીઝ કંપનીનુ એઆઇએસ મળી આવતા પોલીસે આગળની તપાસ શરૂૂ કરી છે. બોટમાથી ચાઇનીઝ કંપનીનુ એઆઇએસ મળી આવ્યાની આ ઘટના જાફરાબાદમા બની હતી.
મળતી માહિતી મુજબ, કોસ્ટગાર્ડ સ્ટેશન પીપાવાવ દ્વારા અપાયેલા માહિતીના આધારે પોલીસે બોટ રજી.નંબર આઇએનડી જી જે એમ એમ 49 વિજય દેવ કૃપા નામની બોટની તપાસ કરી હતી.
આ બોટમાથી એક ચાઇનીઝ કંપનીનુ એઆઇએસ (ઓટોમેટીક આઇડેન્ટીફિકેશન સિસ્ટમ) મળી આવ્યુ હતુ.
આ એઆઇએસમા કોઇ વાંધાજનક સંદેશા વ્યવહારની આપ-લે કરવામા આવી છે કે કેમ ? તેમજ આ બોટમા કેવા હેતુથી લગાવાયુ હતુ તે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વધુ તપાસ એસઓજી પીઆઇ આર.ડી.ચૌધરી ચલાવી રહ્યાં છે.
Next Article
Advertisement