ભાવનગરમાં ઘરે રમતી વેળાએ દોરી ગળામાં ફસાતા બાળકનું મોત
01:49 PM Jul 10, 2025 IST
|
Bhumika
Advertisement
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતો નવ વર્ષીય બાળક ઘરે રમી રહ્યો હતો તે વેળાએ કોઇ કારણસર ગળામાં દોરી ફસાઇ જવાથી બેભાન હાલતે તાત્કાલિક સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કરતા પરિવારમાં ભારે ગમગીની ફેલાઇ જવા પામ્યો હતો.
ભાવનગર શહેરના સુભાષનગર વર્ષા સોસાયટીની શેરી નં. 5માં રહેતા નિરંજનભાઇ બારૈયાના પુત્ર સાગરભાઇ નિરંજનભાઇ બારૈયા (ઉ.વ.9) પોતાના ઘરે શેટીમાં રમી રહ્યો હતો તે વેળાએ કોઇ કારણોસર પ્લાસ્ટીકની દોરી તેના ગળામાં ફસાઇ જતાં બુમો પાડી હતી અને બાદમાં બેભાન થઇ ગયો હતો. જેની જાણ બાળકના માતા-પિતાને થતાં તાત્કાલિક સર ટી. હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે નવ વર્ષીય બાળકને મૃત જાહેર કર્યાનું સુત્રોએ જણાવ્યું હતું. બાળકનું મોત થતાં પરિવારમાં ભારે શોક છવાઇ જવા પામ્યો હતો.
Advertisement