મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ ગીર સોમનાથ ખાતે યોજાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આજરોજ યોજાયેલ ઓનલાઈન રાજય સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમા ગીર સોમનાથ જિલ્લાનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો.
આ પ્રશ્ન અન્વયે ગીર સોમનાથ જિલ્લાના અરજદાર રાહુલભાઈ દાનાભાઈ મોરી દ્વારા વર્ષ - ર0રપ ના સંપાદન એવોર્ડથી સંપાદિત થયેલ જમીનનું વળતર આજ દિન સુધી ન મળવા બાબતે રજૂઆત કરેલ હતી.
આ બાબતે જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામા આવેલી કાર્યવાહીની વિગત (પ્રત્યુતર) રાજય સ્વાગત કાર્યક્રમમાં આપી હતી. આ પ્રશ્ન બાબતે મુખ્યમંત્રી દ્વારા સંવેદનશીલતા સાથે નિર્ણય લઇ અરજદારનો પ્રશ્ન ઝડપથી નિકાલ આવે તે માટે સબંધિત વિભાગને દિન-30 મા જરૂૂરી પગલાં લેવા માટેની સૂચના આપી હતી. આ રીતે ગીર સોમનાથ જિલ્લાના અરજદારના પ્રશ્નનું સુખદ નિરાકરણ આવ્યું હતું. આ ઓનલાઈન સ્વાગત કાર્યક્રમમા જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.