For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુખ્યમંત્રીના હસ્તે આવતીકાલે 480થી વધુ લાભાર્થીઓને પ્લોટોની સનદોનું વિતરણ

05:23 PM Mar 25, 2025 IST | Bhumika
મુખ્યમંત્રીના હસ્તે આવતીકાલે 480થી વધુ લાભાર્થીઓને પ્લોટોની સનદોનું વિતરણ

આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે.ત્યારે શહેરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા પણ લાભાર્થીઓને પ્લોટોની સનદ વિતરણનું કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 480 થી પણ વધુ લાભાર્થીઓને પ્લોટો અને સનદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. કરડો રૂૂપિયાના ખર્ચે 480 થી પણ વધુ પ્લોટોનું મુખ્યમંત્રીના હસ્તે હેમુ ગઢવી હોલ ખાતે વિતરણ કરવામાં આવશે. જેમાં વણઝારા જ્ઞાતિ, વિચારતી વિમુખ જાતિના લોકો તથા દેવીપુજક તથા અન્ય સમાજના લોકોને પ્લોટ ફાળવવામાં આવી રહ્યા છે.

Advertisement

રાજકોટ તાલુકાના જસદણ, પડધરી, વિછીયા પંથકમાં જમીનના પ્લોટ ફાળવવાનું ફાઈનલ કરાયા બાદ આવતીકાલે સાંજે હેમુ ગઢવી હોલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, મેયર તથા સાંસદો અને ધારાસભ્યોની કલેકટર પ્રભવ જોશી તથા અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે.

અત્રે નોંધનીય છે કે રાજકોટ શહેર જિલ્લામાં વર્ષો પછી રાજકોટ કલેકટર તંત્ર દ્વારા એકી સાથે 480થી વધુ જમીનના પ્લોટોનું અને સનદોની ફાળવણી થઈ રહી છે. આ પ્લોટોની જુદા-જુદા વિસ્તારોની આ જમીનની બજાર વેલ્યુએશન મુજબ કરોડો રૂૂપિયા થવા જાય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement