ગુજરાત વીજ નિયમન પંચના અધ્યક્ષ અને સભ્યને શપથ લેવડાવતા મુખ્યમંત્રી પટેલ
04:10 PM Dec 11, 2025 IST | Bhumika
હાઇકોર્ટના નિવૃત્ત જસ્ટિસ અને વરિષ્ઠ અધિકારીઓની હાજરી
Advertisement
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વીજ નિયમન પંચ-GERCના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયેલા પૂર્વ મુખ્ય સચિવ પંકજ જોષીને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
આ ઉપરાંત વીજ નિયમન પંચના નવ નિયુક્ત સભ્ય હિરેન શાહે પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. આ શપથ વિધિમાં ઊર્જામંત્રી ઋષિકેશભાઈ પટેલ, હાઇકોર્ટના નિવૃત જસ્ટિસ રાજેન્દ્ર સરીન અને ઊર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર તેમજ મુખ્યમંત્રી ના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ અને વીજ નિયમન પંચના સભ્યો સહિત વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી એ પુષ્પગુચ્છ અર્પણ કરીને પંકજ જોષીને GERC ના અધ્યક્ષના હોદ્દાનો પદભાર સંભાળવા માટેની શુભકામનાઓ પાઠવી હતી.
Advertisement
Advertisement