અમદાવાદમાં દુર્ગા પૂજા મહોત્સવમાં પૂજન-અર્ચન કરતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે આયોજિત દુર્ગાપૂજા મહોત્સવમાં સહભાગી થયા હતા જ્યાં તેમણે મા દુર્ગાના ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા.તો બીજી બાજુ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિજયાદશમીની શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મા દુર્ગાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમી પર્વની સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. આ શુભકામનાઓ પાઠવતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, વિજયાદશમીનું આ પર્વ આસુરીશક્તિ પર દૈવીશક્તિનાં વિજયનું ઉમંગપર્વ છે. મનુષ્યમાં રહેલા દુર્ગુણરૂૂપી આંતરિક શત્રુઓ તથા નકારાત્મક ઊર્જા પર વિજય પ્રાપ્ત કરવાનું પણ આ પર્વ છે.
મુખ્યમંત્રીએ શક્તિની ભક્તિના નવરાત્રી ઉત્સવ પછી આવતું આ વિજયાદશમી પર્વ સમાજમાં સદભાવના-સમરસતા સૌહાર્દ, પરસ્પર પ્રેમ તથા બંધુતા અને સૌના સાથ, સૌના વિકાસની નેમ પાર પાડનારૂૂં બને તેવી અપેક્ષા પણ વ્યકત કરી છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌ નાગરિકોને વિજયા દશમીની શુભકામનાઓ પાઠવી છે. દશેરાના શુભ પર્વ નિમિત્તે તેમણે જણાવ્યું કે, દરેક વ્યક્તિ તેમનામાં રહેલા ગુણદોષને પારખી મનની નબળાઈઓ ઉપર જીત મેળવે તે જ સાચી વિજયાદશમી છે. વિજયાદશમી એ નકારાત્મક ઊર્જા અને અંધકાર પર ઉત્સાહ અને આશાનો પ્રકાશ ફેલાવવાનું પર્વ છે.