ડ્રગ્સ-ગાંજો નથી વેચતા ને? પાનની દુકાનોમાં ચેકિંગ, 300 ચલમ મળી!
એસઓજીએ એક વર્ષમાં માદક પદાર્થના 43 કેસ કરી 59 આરોપીઓને જેલ ભેગા કરી, 99 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો
રાજકોટમાં માદક પદાર્થને લઇ એસ.ઓ.જી. દ્વારા આજે શહેરના અલગ અલગ વિસ્તારોની 35 દુકાનોમાં ચેકીંગ હાથ ધરાયુ હતું.જેમાં 3 સ્થળેથી ગાંજો પીવા માટે ઉપયોગમાં લેવાતી ગોગો સ્ટ્રીપ મળી આવી હતી. તેમજ 300 જેટલી ચલમ મળી આવતા નાસ કરાયો હતો.શહેરના જંક્શન પ્લોટ, કાલાવડ રોડ,જંગલેશ્વર, કુવાડવા રોડ, કિશાનપરા ચોક સહિતના વિસ્તારોમાં એસ. સો. જી. ના પી. આઈ. સંજય સિંહ જાડેજા, પીએસ આઇ વી.વી. ધ્રાગુ,પીએસઆઇ એસ.બી.ઘાસુરા સહિતના સ્ટાફ દ્વારા ત્રણ અલગ અલગ ટિમો બનાવી 35 જેટલી પાનની દુકાનોમાં ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં 37 જેટલી ગાંજો પીવા માટે ઉપયોગમાં લેવાતી ગોગો સ્ટ્રીપ મળી આવતા નાશ કરાયો હતો. જયારે 300 જેટલી ચલમ મળી આવતા નાશ કરી આવી કોઈ વસ્તુનું વેચાણ નહિ કરવા દુકાનદારોને સમજ અપાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, એસ. ઓ.જી ના પીઆઇ સંજય સિંહ જાડેજા અને ટીમે 1 વર્ષ દરમિયાન માદક પદાર્થના કુલ 43 કેસ કરી 59 આરોપીને પકડી રૂૂ.99 લાખનો મુદ્દામાલ કબ્જે કયી હતો. જેમાં મેફેડ્રોનના 12 કેસ કરી 62 લાખના મુદ્દામાલ સાથે 17 આરોપીને પકડી પાડયા હતા. હેરોઈનના 2 કેસ કરી 3 આરોપીને 21 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા હતા. આ ઉપરાંત ગાંજાના 28 કેશ કરી 14.86 લાખના મુદ્દામાલ સાથે 38 આરોપીને ઝડપી લેવાયા હતા. જયારે અફીણના એક કેસ કરી એક આરોપીને 475ની મત્તા સાથે પકડી કાર્યવાહી કરાઈ હતી.