મુખ્યમંત્રીના હસ્તે 430 કરોડના કામોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ
રાજ્ય ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા. 7 ના જામનગર આવી રહ્યાં છે. તેઓ રૂૂ. 430 કરોડ પ0 લાખના ખર્ચે ર1 કામોનું ખાત મુહૂર્ત અને 9 કામનું લોકાર્પણ કરનાર છે. આ માટે જુદા-જુદા વિભાગો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
રાજ્ય ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા. 7-6-ર0રપ ના જામનગર આવી રહ્યાં છે. તેમના હસ્તે 30 કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. જેમાં જામનગર મહાનગરપાલીકાના 19 કામનું રૂૂ. રરર.11 કરોડ ના ખાતમુહૂર્ત અને રૂૂ. 3ર.44 કરોડના ખર્ચે 4 કામનું લોકાર્પણ મળી કુલ ર3 કામનું રૂૂ. રપ4.પપ કરોડનું ખર્ચે કરવામાં આવશે.
ઉપરાંત શિક્ષણ વિભાગના રૂૂ. ર.ર0 કરોડના ખર્ચના ચાર કામનું લોકાર્પણ, જિલ્લા પંચાયત આઈસીડીએસ વિભાગના રૂૂ. 10 લાખના ખર્ચ એક કામનું લોકાર્પણ તથા એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં બોયઝ અને પીજી હોસ્ટેલ ના.કામ રૂૂ. 11પ કરોડ 39 લાખના ખર્ચે કામનું ખાત મુહૂર્ત અને સરકારી ડેન્ટલ કોલેજ માં રૂૂ. પ8.ર3 કરોડ ના ખર્ચે એક કામ નું ખાત મુહૂર્ત નો સમાવેશ થાય છે.
આમ કુલ રૂૂપિયા 39પ.76 કરોડના ખર્ચના ર1 કામના ખાત મુહૂર્ત અને રૂૂ. 34.74 કરોડના ખર્ચે 9 કામના લોકાર્પણ મળી કુલ રૂૂ. 430 કરોડ પ0 લાખના ખર્ચના 30 કામનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવનાર છે. આ માટે સંબંધિત તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થવાના છે તેમાં જામનગરના બે સામૂહિક આરોગ્ય કેન્દ્ર, મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ, બે ઓવરબ્રીજ, એસટીપી સહિતના કામોનો સમાવેશ થાય છે.