રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ તથા વોકિંગ-રનિંગ ટ્રેકનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

12:25 PM Mar 02, 2024 IST | Bhumika
Advertisement

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરના પોલીસ હેડ ક્વાટર ખાતેના પરેડ ગ્રાઉન્ડની બાજુના ખાલી મેદાનમાં નિર્માણ પામેલા પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડનું તથા વોકિંગ-રનિંગ ટ્રેકનું લોકાર્પણ કર્યું હતું. બાદમાં ટોસ ઊછાળી મહિલા ટીમના ક્રિકેટ મેચની શરૂૂઆત કરાવી હતી.આંતરરાષ્ટ્રીય સ્તરનુ 63 મીટરની ત્રિજ્યાવાળુ ક્રિકેટ ગ્રાઉન્ડ તથા તેની ફરતે 05 (પાંચ) મીટરની પહોળાઇવાળો 400 મીટરનો વોકીંગ/રનીંગ ટ્રેક બનાવવામાં આવેલ છે. આ ઐતિહાસિક મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત ખેલાડીઓએ પોતાની કારકિર્દી દરમ્યાન પ્રેકટીસ કરી છે. જેથી ક્રિકેટ ચાહકો માટે પણ આ ગ્રાઉન્ડનુ મહત્વપુર્ણ બની રહેશે. તેમજ અહીનો વોકીંગ-રનીંગ ટ્રેક સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી વિવિધ ભરતીઓ માટેની શારીરિક કસોટીની પુર્વ તૈયારી માટે પણ યુવાનોને મદદરૂૂપ થશે.

Advertisement

આ ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇના હસ્તે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જામનગર ખાતે રૂૂ.24 કરોડના ખર્ચે નિર્માણ પામનાર જિલ્લા રમત સંકુલનું ખાતમુહૂર્ત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ, જી.યુ.ડી.સી.ની ગ્રાન્ટ, અમૃત યોજના, જાડા તથા 15 માં નાણાપંચની ગ્રાન્ટ અન્વયે જુદા જુદા 22 પ્રકલ્પોનું રૂૂ.247.32 કરોડના ખર્ચે ઇ-ખાતમુહૂર્ત 14માં નાણાંપંચની ગ્રાંટ તથા સ્પેશ્યલ આસીસ્ટન્ટની ગ્રાંટ અન્વયે 27 એમ.એલ.એલ.ડી.નો ફિલ્ટર પ્લાન્ટ તથા ત્રણ દરવાજા ક્ધવઝર્વેશન કરવાના પ્રકલ્પોનું અંદાજિત રૂૂ. 20 કરોડના ખર્ચે 2 કામોનું ઈ-લોકાર્પણ કરાયું હતું.

જયારે માર્ગ અને મકાન વિભાગ જામનગર હસ્તકના બાયપાસ રિંગરોડ ફેઝ-3માં બેડેશ્વર વાલસુરા મરિન પોલીસ સ્ટેશનથી ગુલાબનગર, રાજકોટ-જામનગર સ્ટેટ હાઈવે સુધીનો રસ્તો તથા બ્રિજના રૂૂ. 81.84 કરોડના 2 કામોનું ઈ-ખાતમુહૂર્ત માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયત જામનગર હસ્તકના રૂૂ.29.15 કરોડના 10 કામોનું ઇ-ખાતમુહૂર્ત તથા રૂૂ.24.36 કરોડના 11 કામોનું ઇ-લોકાર્પણ અને જામનગર વિકાસ વિસ્તાર સતા મંડળ હસ્તકના જામનગર-રાજકોટ બાયપાસ પર આવેલ આશીર્વાદ રિસોર્ટ-પોદાર સ્કૂલથી નાઘેડી ગામને જોડતાં રસ્તા તથા બ્રીજના રૂૂ.5.96 કરોડના ખર્ચે બનેલ કામનું ઇ-લોકાર્પણ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા જામનગર ગ્રામ્ય વિસ્તારમાં રૂૂ.1.20 કરોડના ખર્ચે ખરેડી, આણંદપર, નાની ભગેડી તથા બાડા ગામે સબ સેન્ટર બિલ્ડીંગ તથા કમ્પાઉન્ડ વોલના કામનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ લોકાર્પણ પ્રસંગે સાંસદ પુનમબેન માડમ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ચીફ સેક્રેટરી રાજકુમાર,જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, કલેકટર બી. કે. પંડયા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, અગ્રણીઓ વિમલભાઈ કગથરા, રમેશભાઇ મુંગરા, વિજયસિંહ જેઠવા, વિનુભાઈ ભંડેરી, અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

જે.એમ.સી.ગ્રાઉન્ડ ખાતે મિલેટ એક્સ્પોને ખુલ્લો મુકયો
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જે.એમ.સી. ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ મીલેટ એક્સપોને ખુલ્લો મૂક્યો હતો. તેમજ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ સ્ટોલ ધારકોને પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ સખી મંડળ તેમજ પ્રાકૃતિક કૃષિ અને ગાય આધારિત ખેતી કરતા ખેડૂતો સાથે મળીને સંવાદ કર્યો હતો અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જે.એમ.સી.ગ્રાઉન્ડ ખાતે તા.1 થી 3 માર્ચ સુધી મિલેટ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.જે કાર્યક્રમમાં મિલેટ વાનગીઓના લાઇવ ફુડ સ્ટોલ, મિલેટ વાનગીઓના રેડી ટુ ઇટ સ્ટોલ, મિલેટ પાકની સામગ્રી, પ્રાકૃતિક કૃષિ પેદાશોના સ્ટોલ તેમજ હસ્તકલાના સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. જામનગરની જાહેર જનતા આ સ્ટોલની મુલાકાત સાંજે 04.00 થી 10.00 કલાક સુધી લઈ શકશે.

Tags :
CM Bhupendra Patelgujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement