શિક્ષક કલ્યાણનિધિમાં ફાળો અર્પણ કરતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી નિવાસે બાળકો સાથે કર્યો સહજ સંવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિને ગુરૂૂવર્યોના સમાજદાયિત્વનો ઋણસ્વીકાર કરતાં શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. શિક્ષક કલ્યાણનિધિમાં સ્વૈચ્છિક ફાળો લેવા માટે આજે સવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને ગાંધીનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને સ્કૂલ ઓફ એચિવર્સનાં બાળકો પહોંચ્યાં હતાં.
આજીવન શિક્ષક અને પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. સર્વપલ્લી રાધકૃષ્ણનની જન્મ જયંતિ તારીખ પાંચમી સપ્ટેમ્બરને દેશભરમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વ્યક્તિ અને સમાજ ઘડતરમાં શિક્ષકોના પ્રદાનનું ઋણ સ્વીકાર કરતાં સૌ આ દિવસે શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળા રૂૂપે સ્વૈચ્છિક યોગદાન આપે છે.મુખ્યમંત્રીએ પણ શિક્ષક દિન અવસરે પોતાનો ફાળો અર્પણ કરીને ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.તેમણે ફાળો લેવા આવેલા શાળાના બાળકો સાથે સહજ સંવાદ કરીને શિક્ષકો પ્રત્યેના તેમના આદરભાવનું આદાન-પ્રદાન કર્યું હતું.આ વેળાએ જિલ્લા કલેકટર મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી જે.બી. પટેલ, જિલ્લા શિક્ષણા ધિકારી ડો. ભગવાનભાઈ પ્રજાપતિ, પ્રાથમિક શિક્ષણા ધિકારી પિયુષ પટેલ તથા અન્ય અધિકારીઓ અને શાળાના શિક્ષકો પણ જોડાયા હતા.