ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દેવદર્શન કરીને જન્મદિવસની ઉજવણી કરતા મુખ્યમંત્રી

11:10 AM Jul 15, 2024 IST | admin
Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પોતાના જન્મદિવસ અવસરે વહેલી સવારે અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિરમાં દર્શન અર્ચન કરીને દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રીએ ત્રિમંદિર પરિસરમાં પૂજ્ય દાદા ભગવાન, પૂજ્ય નીરૂમાંની સમાધિ પર શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને દેવી દેવતાઓના દર્શન તેમજ શિવ મંદિરમાં જલાભિષેક કર્યો હતો. મુખ્યમંત્રીએ જન્મદિવસ અવસરે રાજ્યના સૌના સ્વાસ્થ્ય સુખાકારી સમૃદ્ધિ અને સમગ્ર રાજ્યના સમગ્રતયા અવિરત વિકાસ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીએ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું ઉષ્માપૂર્ણ અભિવાદન પણ ઝીલ્યું હતું.

Advertisement

Tags :
bhupendra patelbirthdayindiaindia newssuratnews
Advertisement
Next Article
Advertisement