For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવી આવતીકાલે જામનગરમાં

12:21 PM Feb 29, 2024 IST | Bhumika
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવી આવતીકાલે જામનગરમાં
  • રૂા.248 કરોડના વિકાસના કાર્યો અને રૂા.48 કરોડના પૂર્ણ થયેલા કામોનું કરશે લોકાર્પણ

Advertisement

આવતીકાલે આવી રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પંચાયતના ખેતીવાડી વિભાગના મીલેટસ એક્સપોના ઉદઘાટન બાદ સમારોહમાં કુલ 248 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહુર્તો અને 48 કરોડના પુરા થયેલા વિકાસ કાર્યોના લોકાર્પણ થશે. આ સાથે રમતગમત વિભાગના તેમજ ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જામનગરના પોલીસ હેડક્વાર્ટર ખાતે તૈયાર એથ્લેટિક્સ ફીલ્ડ સાથેના ક્રિકેટ એન્ડ સ્પોર્ટસ ગ્રાઉન્ડનું તેઓ લોકાર્પણ અને શહેરમાં ગાંધીનગર વિસ્તારમાં 48 હજાર ચોરસ મીટરની વિશાળ જગ્યામાં રૂા.21 કરોડના ખર્ચે બનનારા જિલ્લા રમતગમત સંકુલ બનવવાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ ભાઈ સંઘવીનું તા.1 માર્ચની બપોરે 3 વાગ્યા બાદ શહેરમાં એમ્યુઝમેન્ટ પાર્ક રોડ પર કોર્પોરેનના મેદાન ખાતે આગમન થશે. જ્યાં મુખ્યમંત્રીના હસ્તે પંચાયતના ખેતીવાડી વિભાગ હસ્તકના મીલેટ એક્સપો, પ્રાકૃતિક કૃષિ પ્રદર્શનનું ઉદઘાટન કરવામાં આવશે. તેમજ રૂા.248 કરોડના મ્યુ. કોર્પો.ના વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત અને રૂૂ.48 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. જ્યારે રમતગમત વિભાગના અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે એસપી પ્રેમસુખ ડેલુની દેખરેખ હેઠળ બની ચુકેલા થાસનું આઉટફીલ ધરાવતા ટર્ક વિકેટ ધરાવતા ક્રિકેટ એન્ડ સ્પોર્ટસ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરવામાં આવશે.
આ મેદાનમાં એથ્લેટિક્સ માટે લાલ માટીના સીક્સ લેન એથ્લેટિક ટ્રેક સાથેનું ફીલ્ડ બનાવવામાં આવ્યું છે. ઉપરાંત શહેરમાં ગાંધીનગર વિસ્તાર નજીકમાં જુની બુકબોન્ડવાળી જગ્યા તરીકે ઓળખાતી જગ્યામાં 48 હજાર ચોરસ મીટરમાં બનનારા ઈન્ડોર, આઉટડોર રમતોના વિકાસ માટે બનનારા ડીસ્ટ્રિક્ટ સ્પોર્ટસ કોમ્પ્લેક્સનું ખાતમુહુર્ત કરશે. આ ડીસ્ટ્રિક્ટ સ્પોર્ટસ સંકુલ રૂૂ.21 કરોડના ખર્ચે બનશે. જેમાં 400 મીટરના સીક્સ લેન એથ્લેટિક્સ ટ્રેક, ટેનિસ, વોલીબોલ, ખો- ખો, કબ્બડ્ડી, ફુટબોલ જેવી મેદાની રમતો, ઉપરાંત બેડમીન્ટન, ટેબલટેનિસ જેવી ઈન્ડોર રમતોની સુવિધા ઉભી થશે. આ ગ્રીન ઝોનમાં આવતા આ વિસ્તારમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવવા સૌ પ્રથમ ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા રજુઆત કરાયા બાદ દરખાસ્ત તૈયાર કરીને રાજ્ય સરકારને મોકલવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement