ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભૂતાનના રાજા અને વડાપ્રધાન માટે ભોજન બેઠક યોજતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

03:44 PM Jul 23, 2024 IST | admin
Advertisement

ગુજરાત ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન અમદાવાદ પધારેલા ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા વડાપ્રધાન શેરિંગ તોબગે ના સન્માન માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્નેહ ભોજનનું આયોજન કર્યું હતું. મુખ્યમંત્રી અને ભૂતાન રાજવી એ આ ભોજન બેઠક દરમ્યાનની વાતચીતમાં ગુજરાત ભૂતાન વચ્ચે પરસ્પર વ્યાપારિક અને સાંસ્કૃતિક સંબંધો વધુ ગાઢ બનાવવા અંગે વિચાર વિમર્શ કર્યો હતો.

Advertisement

પ્રોટોકોલ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા,મુખ્યસચિવ રાજકુમાર તેમજ વરિષ્ઠ સચિવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ ભૂતાનના રાજવીને કચ્છ ની સમૃદ્ધ અને વિશ્વ પ્રસિદ્ધ પરંપરાગત હસ્તકલા કારીગરી એવી રોગાન કલા ની પ્રતિકૃતિ તેમજ ભૂજોડી શાલ ગુજરાત પ્રવાસની સ્મૃતિ ભેટ રૂૂપે અર્પણ કરી હતી.

Tags :
bhupendrapatelgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement