For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુખ્યમંત્રીએ બેટિંગ કરી, મ્યુનિ.કોર્પોરેશન ક્રિકેટ-2025 ટૂર્ના.નો પ્રારંભ

04:35 PM Feb 06, 2025 IST | Bhumika
મુખ્યમંત્રીએ બેટિંગ કરી  મ્યુનિ કોર્પોરેશન ક્રિકેટ 2025 ટૂર્ના નો પ્રારંભ

Advertisement

રાજ્યના વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન્સની ટીમ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમ વાર આયોજન કરાયું છે જેમાં આઇ.આઇ.ટી. ગાંધીનગરના ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાંચ દિવસીય ટુર્નામેન્ટ યોજાશે,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓની ક્રિકેટ ટીમ વચ્ચે રમાનારી ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો ટોસ ઉછાળીને શુભારંભ કરાવ્યો હતો.

આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમ વાર કરવામાં આવ્યું છે.રાજ્યની 6 મહાનગરપાલિકાઓની મેયર્સ ટીમ અને 8 કોર્પોરેશન્સની કમિશનર ક્રિકેટ ટીમ એમ કુલ 14 ટીમ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે.આઇ.આઇ.ટી. ગાંધીનગરના ક્રિકેટ ગ્રાઉન્ડ 9મી ફેબ્રુઆરી સુધી આ ટુર્નામેન્ટ યોજાશે.આ ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે જ મહિલા પદાધિકારીઓ માટે ખાસ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.

Advertisement

મુખ્યમંત્રીએ ટુર્નામેન્ટની ટિમ્સ સાથે પરિચય વિધિ કરી હતી અને સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ટુર્નામેન્ટનો પ્રારંભ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ગાંધીનગરના મેયર મીરાબહેન પટેલ, ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, જિલ્લા કલેકટર મેહુલ દવે , મ્યુનિસિપલ કમિશનર વાઘેલા વગેરેની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. ટુર્નામેન્ટમાં સહભાગી અન્ય મહાનગરપાલિકાઓના પદાધિકારીઓ-અધિકારીઓ પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement