જસદણ- વિંછિયાના સીસી રોડ માટે 965 લાખ મંજૂર કરતા મુખ્યમંત્રી
જસદણ અને વિંછીયા તાલુકામાં ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના સૂચનોને ધ્યાને લઈ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રોડ-રસ્તા ઉપર સીમેન્ટ રોડ બનાવવાના કામને રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રૂૂા.965 લાખની ગ્રાન્ટના જોબનંબરો ફાળવવામાં આવ્યા છે ગામડાઓમાંથી પસાર થતાં રસ્તાઓમાં આવેલ ગામતળની લંબાઈના રસ્તે ચોમાસાને સમય દરમ્યાન પાણીના ભરાવાથી તથા વાહનોની અવર-જવર અને વધુ ટ્રાફિક ભારણના કારણે ડામર સપાટી વારંવાર ખરાબ થઈ જતા આ સમશ્યાના કાયમી અને લાંબા ગાળાના ઉકેલ માટે સુવિધાપથ સદરે મજબુત અને ટકાઉ સીમેન્ટ રોડ બનાવવાનો મહત્વનો નિર્ણય રાજયના માર્ગ અને મકાન વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.
સુવિધાપથ સદરે જસદણ તાલુકાના (1) જસાપર-મોટા દડવા રોડ માટે રૂૂા.90 લાખ (2) એસ.એચ.ટુ.બળધોઈ એપ્રોચ રોડ માટે રૂૂા.45 લાખ (3) બળધોઈ-મોટા દડવા રોડ માટે રૂૂા. 150 લાખ (4) એસ.એ.ટુ.ગઢડીયા (જામ) રોડ માટે રૂૂા.60 લાખ (5) સાણથલી-દોલતપર રોડ માટે રૂૂા. 60 લાખ (6) રાણપરડા-દેવળીયા રોડ માટે રૂૂા.60 લાખની રકમનો સમાવે થાય છે વિંછીયા તાલુકામાં બંધાળીવનાળા-સનાળા રોડ માટે રૂૂા.75 લાખ (2) એસ.એચ.ટુ.ભોયરા રોડ માટે રૂૂા.70 લાખ (3) વનાળા-સરતાનપર રોડના કામ માટે રૂૂા.40 લાખ (4) મોઢુકા-પાટીયાળી-દેવધરી રોડના કામ માટે રૂૂા.90 લાખ (5) એમ.ડી.આર.ટુ. જનડા એપ્રોચ રોડના કામ માટે સુ.225 લાખની રકમનો સમાવેશ થાય છે આ ફાળવણીના કારણે જસદણ અને વિંછીયા તાલુકાના ગ્રામ્ય જનતાને સારી ગુણવતાવાળા અને વધુ ટકાઉ રસ્તાની સુવિધાઓ મળતી થશે આ કામોને જોબ નંબરો મળતા ટેકનીકલ-વહીવટી કામગીરી વહેલી તકે પુરી કરવા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા જવાબદાર અધિકારીને સૂચના આપવામાં આવી છે.