For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બરડા અભયારણ્ય વિસ્તારમાં રૂા.75 કરોડના ખર્ચે નવો સફારી પાર્ક બનશે મુખ્યમંત્રી

01:22 PM Aug 11, 2025 IST | Bhumika
બરડા અભયારણ્ય વિસ્તારમાં રૂા 75 કરોડના ખર્ચે નવો સફારી પાર્ક બનશે મુખ્યમંત્રી

તા. 10 મી ઓગસ્ટને વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ સિંહ દિવસની ઉજવણી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કરવામાં આવી રહી. રાજ્ય કક્ષાની વિશ્વ સિંહ દિવસની ઉજવણી રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતીમાં કરવામાં આવી હતી.

Advertisement

ગુજરાતના સાવજ આજે દેશની અસ્મિતાનું વૈશ્વિક પ્રતીક બન્યા છે, તેવું રવિવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડા વન્યજીવ અભ્યારણ ખાતે યોજાયેલા વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

143 વર્ષના લાંબા સમય બાદ બરડા ડુંગરમાં સિંહોએ કુદરતી રીતે પુન: વસવાટ શરૂૂ કર્યો છે, તે વાતનો આનંદ વ્યક્ત કરીને મુખ્યમંત્રી ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બરડામાં સિંહ સંરક્ષણ માટે તમામ જરૂૂરી સહાય સુવિધાઓ આપવાની જાહેરાત કરી છે. હાલ ગીરમાં સિંહોની સફળ સંવર્ધન-ગાથા વૈશ્વિક બની છે. આપણા વનરાજનો વૈભવ જળવાઈ રહે અને ભવિષ્યમાં પણ સતત વધતો રહે તે માટે વડાપ્રધાનએ નપ્રોજેકટ લાયનથ શરૂૂ કરાવ્યો છે. આ પ્રોજેક્ટમાં સિંહના હેબિટેટ અને વસતિ પ્રબંધન, વન્ય પ્રાણી આરોગ્ય, માનવ અને પ્રાણી ઘર્ષણ, સ્થાનિક લોકોનો સહકાર, પ્રવાસન વિકાસ, વૈજ્ઞાનિક સંશોધન અને તાલીમ, ઇકો ડેવલપમેન્ટ તેમજ જૈવ વિવિધતાના સંરક્ષણ જેવી બાબતોને આવરી લેવામાં આવી છે. રાજ્યમાં સિંહોની સંખ્યા 674 થી વધીને 891 થઈ છે. સિંહોની વધતી વસ્તી આપણા સૌ માટે ગૌરવની વાત છે.

Advertisement

બરડા અભયારણ્ય વિસ્તારમાં રૂૂ. 75 કરોડના ખર્ચે નવો સફારી પાર્ક અને પ્રવાસીઓની સુવિધાના કામો આવનારા દિવસોમાં હાથ ધરાશે. વન વિસ્તારમાં વન્ય પ્રાણીઓના રક્ષણ માટે પેટ્રોલિંગ તથા મોનિટરિંગ અને પ્રાણીઓના રેસ્ક્યુ સહિતના કામો માટે 247 જેટલા નવા વાહનો વન વિભાગમાં ઉમેરાઈ રહ્યા છે. રાજ્યની 24 જેટલી ઇકો ટુરીઝમ સાઇટ માટે હવે ઘરે બેઠા બુકિંગ થઈ શકે તે માટેનું પોર્ટલ કાર્યરત થયું છે. પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે તેના પરિણામે સ્થાનિક ગૃહ ઉદ્યોગ અને હસ્તકલા ઉત્પાદનોનું પણ વેચાણ વધશે. આ પ્રસંગે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું હતું કે, ગૌરવની વાત છે કે એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીર પ્રદેશમાં જોવા મળે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંનિષ્ઠ પ્રયાસો ફળશ્રુતિ રૂૂપે સિંહો સંખ્યામાં 17 ટકાનો વધારો થયો છે. સમગ્ર વિશ્વમાં જ્યારે જળવાયુ પરિવર્તનની સમસ્યાઓ ગંભીર રૂૂપે આકાર લઈ રહી છે.રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યુ હતું કે, રાજ્યમાં ગીર સિવાય પ્રથમ વખત બરડા અભયારણ્ય ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ રહી છે.

બરડામાં 400 થી વધુ ઔષધીય વૃક્ષો, છઠ્ઠી સદીનો નવલખા મંદિર થી માંડીને વિવિધ ધાર્મિક સ્થાનો, કુદરતી ઝરણા આવેલા છે. પરિણામે સિંહોએ બરડા અભયારણ્યને પોતાના બીજા ઘર તરીકે સ્વીકાર્યું છે. રૂૂ. 180.12 કરોડના ખર્ચે મુખ્યમંત્રીએ લોકાર્પણ અને ખાત મુહૂર્તના કામો તથા યોજનાઓની જાહેરાત કરી હતી. જેમાં બરડા અભયારણ્ય ખાતે 248 હેકટર વિસ્તારમાં નવીન સફારી પાર્ક અને ઇન્ટરપ્રિટેશન સેન્ટર તેમજ પ્રવાસી સુવિધાઓ અંગેની જાહેરાત કરી હતી. આ સુવિધાઓ રૂૂ. 75 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે.

આ ઉપરાંત તૃણાહારી પ્રાણીઓના સંવર્ધન પ્રજનન કાર્યક્રમ માટે 10.96 કરોડના ખર્ચે બ્રીડિંગ સેન્ટરોનું નિર્માણ, વન વસાહતી ગામો અને ઇકો સેન્સેટિવ ઝોન વિસ્તારમાં ઇકો ડેવલપમેન્ટની કામગીરી માટે રૂૂ. 7.57 કરોડના ખર્ચે 137 કામો, જે.આઈ.સી.એ. પ્રોજેક્ટ હેઠળ 720 ગામડાઓમાં રૂૂ. 35.62 કરોડના ખર્ચે સામૂહિક વિકાસ કામો અંગેની જાહેરાત, રૂૂ. 7 કરોડના ખર્ચે વન્યપ્રાણી માટે રેસ્ક્યુ સેન્ટર અને ક્વિક રિસ્પોન્સ સિસ્ટમ, રૂૂ. 21 કરોડના ખર્ચ બરડા વિસ્તારના માલધારીઓ માટે સ્વૈચ્છિક સ્થળાંતરની યોજના, 9.94 કરોડના ખર્ચે ફ્રન્ટ લાઈન સ્ટાફ માટે કુલ 20 આવાસ અને ઓફિસ બિલ્ડીંગના કામો, રૂૂ. 5 કરોડના ખર્ચે ચાડવા રખાલમાં કેરાકલ (હેણોતરા) સંવર્ધન, રૂૂ. 65 લાખના ખર્ચે સી.એસ.આર. હેઠળ ગીર વિસ્તારના ટ્રેકર્સનો વીમા અને સ્વાસ્થ્ય કવચ, રૂૂ. 6.98 કરોડના ખર્ચે પેટ્રોલિંગ અને મોનિટરિંગ માટે 3 રેસ્કયુ વ્હિકલ 200 બાઇક અને 44 યુટિલિટી વ્હિકલ અર્પણ કરવામાં આવ્યા હતા તથા 24 ઇકો ટુરિઝમ સાઇટના બુકિંગ પોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો.

આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ વિભાગના અગ્રસચિવ સંજીવ કુમારે સ્વાગત પ્રવચન કર્યું હતું. વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિતે સાંસદ પૂનમબેન માડમ, રાજ્યસભાના સાંસદ અને સિંહપ્રેમી પરિમલભાઈ નથવાણી, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા તેમજ હેમંતભાઈ ખવા, પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, ડી.જી. ફોરેસ્ટ સુશીલ અવસ્થી, દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્ના, પોરબંદર જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણી, દેવભૂમિ દ્વારકા જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર, ચેતનાબેન તિવારી તેમજ મયુરભાઈ ગઢવી, ઉપરાંત વન વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement