For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

છોટુ વસાવાએ ભારતીય આદિવાસી સેનાની રચના કરી, લોકસભા લડશે

04:31 PM Mar 27, 2024 IST | Bhumika
છોટુ વસાવાએ ભારતીય આદિવાસી સેનાની રચના કરી  લોકસભા લડશે
  • પુત્ર ભાજપમાં જોડાતા પિતાનો રોષ, ભરૂચ બેઠક પર ઝુંકાવશે

દિગ્ગજ આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ભારતીય આદિવાસી સેના નામના રાજકીય પક્ષની રચના કરી છે. વસાવાએ અગાઉ ભારતીય ટ્રાઈબલ પાર્ટીની રચના કરી હતી, પરંતુ ગુજરાત અને રાજસ્થાનમાં આ પાર્ટીમાંથી ચૂંટાયેલા નેતાઓ હવે અન્ય પક્ષોના માર્ગે જોડાઈ ગયા છે.

Advertisement

છોટુ વસાવા ભરૂૂચ લોકસભા બેઠક પરથી આદિવાસી સેનાના બેનર હેઠળ ચૂંટણી લડશે. વસાવાએ કહ્યું કે વિદેશી શક્તિઓ અને દેશની અંદરના લોકો નિર્દોષ આદિવાસી લોકોને લૂંટવા માંગે છે. તેઓ જીવનભર આદિવાસીઓના હિત માટે લડતા રહેશે, લૂંટનો વિરોધ કરવા તેમણે હવે ભારતીય આદિવાસી સેનાના નામની નવી પાર્ટીની રચના કરી છે.તેમના પુત્ર મહેશ વસાવા હાલમાં જ ભાજપમાં જોડાઇ ગયા છે, ત્યારે પુત્ર ભાજપમાં જતા પિતા છોટુ વસાવાએ તેનો વિરોધ પણ કર્યો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement