For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધ્રાંગધ્રા નજીક કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું: 83.89 લાખનો મુદ્દામાલ જપ્ત

11:36 AM Feb 14, 2025 IST | Bhumika
ધ્રાંગધ્રા નજીક કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું  83 89 લાખનો મુદ્દામાલ જપ્ત

ધ્રાંગધ્રા અમદાવાદ બાઈપાસ પાસે રામાપીરના મંદીર પાસે ખુલ્લા પ્લોટમાં ટેન્કરમાંથી કેમીકલ ચોરી કરી લઈ જતા હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલને મળતા રાત્રે દરોડો પાડવામાં આવતા 33 લાખનુ કેમીકલ, ટેન્કર, ટેમ્પો, મોબાઇલ રોકડા સહીત કુલ 83.89 લાખના મુદ્દામાલ સાથે ચાર આરોપીને જડપી પાડવામાં આવ્યા હતા જયારે 7 આરોપી ભાગી જતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં કુલ 11 આરોપી સામે ગુનો નોધવામાં આવતા ચકચાર મચી ગયો હતો.

Advertisement

ધ્રાંગધ્રા અમદાવાદ કચ્છ હાઈવે પર લાંબા સમયથી ગેરકાયદે ધંધા ધમધમી રહ્યા હતા ત્યારે ધ્રાંગધ્રાના બાઈપાસ પર રામાપીરના મંદિર પાસે ટેન્કર માથી ગેરકાયદે કેમીકલ ચોરી કરી વાહનમાં ભરી લઈ જઈને ચોરી કરવામા આવતી હતી ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલને ફરીયાદ મળતા પોલીસ વડા નીલદીપ રાઈની સુચના ને, લઈને પીએસઆઈ બી એન ગોહીલ અને, સ્ટાફ દ્વારા વોચ ગોઠવી હતી ત્યારે ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે પર બાઈપાસના રામાપીર ના મંદિર પાસે ટેન્કર માથી કેમીકલ ચોરી કરવામાં આવતા પોલીસ દ્વારા રેડ પાડતા નાશભાગ મચી ગઈ હતી ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ચાર આરોપી ને 33 લાખના કેમીકલ એક ટેન્કર એક ટેમ્પો 35 બેરલ 20 કેરબા એક મોટર ચાર મોબાઇલ ચોપનસો રોકડા સહીત 83.89 લાખના મુદ્દામાલ સાથે જડપી પાડવામાં આવ્યા હતા ત્યારે રેડ દરમ્યાન સાત આરોપી ભાગી જતા કુલ 11 આરોપી સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મા ગુનો નોધવામાં આવતા ચકચાર મચી ગયો હતો.

આરોપી રમેશભાઈ કુંરાજી મીણા રાકેશભાઈ હીરાલાલ મીણા, રમેશભાઈ મોહનભાઈ મીણા, સાવન ધનજીભાઈ રાજગોર આમ ચાર આરોપી ઝડપાઈ ગયા હતા. જ્યારે આ રેડ દરમિયાન આરોપી યુવરાજસિંહ કિરીટસિંહ જાડેજા. શૈલેષભાઈ પટેલ, રાહુલભાઈ, ચકુભાઈ, જીવાભાઇ અને એક ચાલક સહિતના સાત આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આમ ચાર આરોપી ઝડપાઈ ગયા હતા ત્યારે સાત આરોપી ફરાર હોવાનું જણાવવામાં આવ્યું છે.

Advertisement

ધ્રાંગધ્રા અમદાવાદ અને કચ્છ હાઈવેની હોટલ પર દારૂૂ ડ્રગ કેમીકલ. ડીઝલ પેટ્રોલ. લોખંડ. ગ્યાસ રીફીલીગ. સીમેન્ટ. ભંગાર સહીત ની વસ્તુઓ ની ચોરી અને હેરાફેરી નું કામ તંત્રની મીઠી નજર નીચે ચાલે છે ત્યારે આમ હોટલની આડમાં ગેરકાયદેના ધંધાનો કારોબારી ધમધમી રહ્યો છે.

ધ્રાંગધ્રા અમદાવાદ કચ્છ હાઈવે અને આસપાસના વિસ્તાર અને હોટલમા છેલ્લા બે માસમા પાચ વાર રેડ પાડી ડીઝલ, ડ્રગ, લોખંડ અને કેમીકલ સહીતનો, મુદ્દામાલ જડપાયો છે ત્યારે ગેરકાયદે ધંધા કરતી ગેગ સક્રિય બનતા પોલીસ બેડામા તરેહ તરેહની ચચો જોવા મળી રહી છે.

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ને અઘારામા રાખી રેડ પાડી 83.89 લાખનો મુદ્દામાલ જડપી પાડવામાં આવતા પોલીસ સામે કડક પગલા લેવામાં આવે તેવી સક્યતા સેવાય રહી છે વિસ્તાર બીટ જમાદાર સહીત પોલીસ સામે તપાસ કરી રીપોર્ટ કરવામાં આવ્યા બાદ ક્યા પ્રકાર ના પગલાં લેવા મા આવે તેવી ચચો જોવા મળી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement