For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગ્રીનલેન્ડ ચોકડી અને માલિયાસણ પાસે RTOનું ચેકિંગ

04:38 PM Sep 04, 2024 IST | admin
ગ્રીનલેન્ડ ચોકડી અને માલિયાસણ પાસે rtoનું ચેકિંગ

ઓવરલોડ, રોંગસાઈડ, એલ.ઈ.ડી.લાઈટ અંગે ઝુંબેશ, નિયમના ભંગ કરનાર 23 વાહનો પાસેથી 84 હજારનો દંડ વસુલ

Advertisement

રાજકોટ આરટીઓ દ્વારા આજે અમદાવાદ હાઈ-વે પર ગ્રીનલેન્ડ ચોકડી અને માલીયાસણ પાસે ચેકીંગ કરવામાં આવ્યું હતું આ ચેકીંગ દરમ્યાન નિયમનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરી એલ.ઈ.ડી.લાઈટ લગાવેલ વાહનો, હેવી લાયસન્સ ધરાવતાં ન હોય તેવા વાહન ચાલકો, પ્રાઈવેટ વાહનમાં પેસેન્જરની હેરાફેરી કરતાં વાહન ચાલકો અને રોંગસાઈડ ડ્રાઈવીંગ કરતાં વાહન ચાલકો સામે કાર્યવાહી કરી 23 જેટલા વાહન ચાલકોને મોટર વ્હીકલના કાયદાનો ભંગ કરવા બદલ રૂા.84 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

આરટીઓ દ્વારા સતત બે દિવસથી ટ્રાફીક નિયમોનું ઉલ્લઘંન કરનાર નાના મોટા બેદરકાર વાહન ચાલકો સામે લાલ આંખ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ટ્રાફીકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે દંડાત્મક પગલાં ભરવામાં આવી રહ્યાં છે. આરટીઓના અધિકારી કેતન ખપેડ અને તેમના સ્ટાફે આજે હાથ ધરેલા ચેકીંગમાં ગ્રીનલેન્ડ ચોકડી અને માલીયાસણ રોડ પર અલગ અલગ વાહન ચાલકો પાસેથી 84 હજારનો દંડ વસુલ કર્યો હતો.

Advertisement

23 જેટલા વાહન ચાલકો નિયમનો ભંગ કરતાં ઝડપાઈ ગયા હતાં. જેમાં એલ.ઈ.ડી.લાઈટ લગાવેલ વાહનો, હેવી લાયસન્સ ધરાવતાં ન હોય તેવા વાહન ચાલકો, પ્રાઈવેટ વાહનમાં પેસેન્જરની હેરાફેરી કરતાં વાહન ચાલકો અને રોંગસાઈડ ડ્રાઈવીંગ કરતાં વાહન ચાલકો નિયમનો ભંગ બદલ દંડાયા હતાં.

અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે રાજકોટ આરટીઓ દ્વારા ઓગસ્ટ મહિનામાં પણ કડક ચેકીંગ કરી નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો પાસેથી રૂા.50.32 લાખનો દંડ વસુલ કર્યો હતો. જેમાં સૌથી વધુ ઓવર સ્પીડના 432 કેસ નોંધાયા હતાં. ગત મહિનામાં વાહન ચાલકો પાસેથી દંડ વસુલ કર્યા બાદ ચાલુ માસમાં પણ આરટીઓ દ્વારા કડક ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને આગામી દિવસોમાં પણ નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ આરટીઓના અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement