સોનાલી પાર્સલ સહિત 61 સ્થળે ફૂડ શાખાનું ચેકિંગ
હાઈજેનિક ક્ધડીશન અને લાઇસન્સ મુદ્દે 22 ધંધાર્થીઓને નોટિસ: 57 કિલો વાસી મન્ચુરિયન, ખીરુ, શાકભાજી સહિતનો કરાયો નાશ
મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે ખાણીપીણીના 61 ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કરી કાલાવડ રોડ ઉપર આવેલ સોનલ પંજાબી પાર્સલમાંથી વાસી થઈ ગયેલ મન્ચુરિયન, શાકભાજી, નુડલ્સ, ખીરુ સહિતનો 57 કિલો જથ્થો પકડી તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ 22 ધંધાર્થીઓને અનહાઈજેનીક અને ફૂડ લાયસન્સ અંગે નોટીસ ફટકારી 61 નમુનાની સ્થળ પર ચકાસણી કરી પાંચ સ્થળેથી પનિર, દૂધ સહિતના સેમ્પલ લેવામાં આવ્યા હતાં.
રાજકોટ મહાનગરપાલિકા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન અક્ષર માર્ગ, કાલાવડ રોડ, રાજકોટ મુકામે આવેલ િીજ્ઞિ;ંસોનલ પંજાબી પાર્સલિીજ્ઞિ;ં પેઢીની તપાસ કરતા પેઢીના કિચનમાં એક્સપાયરી ડેટ વીતેલ શીંગતેલ અને દાજયું તેલ 19 કિ.ગ્રા., વાસી મંચુરિયન 3 કિ.ગ્રા., એક્સપાયરી ડેટ વગરનું ઢોસાનું ખીરું 30 કિ.ગ્રા., વાસી અખાદ્ય શાકભાજી તથા બાફેલા નુડલ્સ 5 કિ.ગ્રા. નો જથ્થો મળીને કુલ - 57 કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ. તેમજ સ્થળ પરથી પનીર અને બટર ના સેમ્પલ લેવામાં આવેલ હતાં.
ચેકિંગ દરમિયાન શહેરના નંદા હોલ- હરિઘવા મેઇન રોડ તથા કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 61 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 22 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 61 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ હતી. ફૂડ વિભાગ દ્વારા આજે રાધે ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, ગાયત્રી પાણીપૂરી - લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, બાલાજી કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, શ્રી શક્તિ ગાત્રાળ વડાપાઉં -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, શ્રી શક્તિ ગાત્રાળ ઘૂઘરા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, સદગુરુ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, ટુ બ્રધર ઢોસા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, રાધે આઇસક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, વર્ણીરાજ ફેમિલી રેસ્ટોરેન્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, કટક બટક નાસ્તા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, જય બાલાજી ફૂડ ઝોન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, કનૈયા ડેરી ફાર્મ સહિતના 57 ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કામગીરી હાથ ધરી હતી.
દૂધ, પનીર, સબ્જીના સેમ્પલ લેવાયા
ફૂડ વિભાગ દ્વારા નમુનાની કાર્યવાહી દરમિયાન પનીર (લુઝ): સ્થળ- સોનલ પંજાબી ફૂડ પાર્સલ, ગુજ. હાઉસિંગ બોર્ડ-એમ-47, અક્ષર માર્ગ, કાલાવડ રોડ, બટર (લુઝ): સ્થળ- સોનલ પંજાબી ફૂડ પાર્સલ, ગુજ. હાઉસિંગ બોર્ડ-ખ-47, અક્ષર માર્ગ, કાલાવડ રોડ, રસાવાળા બટેટા સબ્જી (પ્રિપેર્ડ- લુઝ): સ્થળ- માટેલ પરોઠા હાઉસ, જૂનું માર્કેટિંગ યાર્ડ, આરટીઓની બાજુમાં, માસૂમ વિદ્યાલય સામે, ચણાનું શાક (પ્રિપેર્ડ- લુઝ): સ્થળ- જય ખોડિયાર રેસ્ટોરન્ટ ફળા; ટી સ્ટોલ, પ્લોટ નં 64, રણુજા મંદિર સામે, કોઠારીયા મેઇન રોડ, મિક્સ દૂધ (લુઝ): સ્થળ- જય ખોડિયાર ડેરી ફાર્મ, જૈનમ એપાર્ટમેન્ટ શોપ નં.ઇ.4, નાગેશ્વર મંદિર સામે, જામનગર રોડ પરથી સેમ્પલ લઈ લેબમાં મોકલવામાં આવ્યા હતાં.