For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભંડારામાં નાણાં બદલવા કમિશનની લાલચ આપી છેતરતી ગેંગ ઝડપાઇ

05:12 PM Jul 17, 2024 IST | admin
ભંડારામાં નાણાં બદલવા કમિશનની લાલચ આપી છેતરતી ગેંગ ઝડપાઇ

ભાવનગરના યુવાનને ઢસા બોલાવી 63 લાખની રકમ પડાવી હતી: મહિલા સહિત ત્રણને ઉતરપ્રદેશથી પકડી 17.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો: વધુ કોઇને શીશામાં ઉતાર્યા છે? પુછપરછ કરાઇ

Advertisement

ઢસા પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી બળજબરીપૂર્વક રૂૂપિયા પડાવવાના ગુન્હાઓ આચરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. ગઢડા તાલુકાના ઢસા ગામના વિસ્તારમાંથી ભંડારીયા ગામના વ્યક્તિને લાલચ આપી રૂૂપિયા ત્રેસઠ લાખની છેતરપીંડી કરનારા મુખ્ય આરોપીને ઉત્તરપ્રદેશથી તેમજ મહિલા સહિત બે આરોપીઓને દામનગર રોડપરથી ધરપકડ કરીને પોલીસે કુલ રૂૂપિયા 17.57 લાખના મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ,બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે બનેલી 63 લાખ રૂૂપિયાની છેતરપિંડીની ઘટનાક્રમ જોઈએ તો ગઢડા તાલુકાના ઢસા પોલીસ સ્ટેશનમાં ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ભંડારીયા ગામે રહેતા અશોકભાઇ બાલાભાઈ હીરપરાએ ગત તારીખ 12-6-24ના રોજ ફરીયાદ નોંધાવેલ કે, ગત તારીખ 27/5/2024ના ધર્મીષ્ઠાબેન ઉર્ફે ધમલી અરવીંદભાઈ પરમાર (રહે મૂળ વિદ્યાનગર તા. ગારીયાધાર) ળાએ અશોકભાઈને છેલ્લા બે મહિનાથી મિતલ પટેલ નામથી એક મહિલા સતત વોટ્સએપ કોલ કરી પોતે પટેલની દીકરી હોય વિશ્વાસ કરવા અને મૂળ અમરેલીની વતની હોવાનુ જણાવી, આશારામ બાપુનાં ભંડારાના રૂૂપીયા બદલવાનાં હોય તમે બાધા રૂૂપિયા જેમાં રૂૂપિયા 500ના દરની ચલણી નોટો આપો તો અમો તમને રૂૂ 50 તથા 100ના દરની ચલણી નોટો આપીશું અને તેનાં કમીશન પેટે રૂૂપીયા દસ લાખનાં દસ ટકા તથા રૂૂપીયા વીસ લાખનાં વીસ ટકા અને પચાસ લાખનાં પચાસ ટકા આપવાનું કહી ફરીયાદી સાથે એક વખત બે લાખ રૂૂપિયા બદલાવી જેમાં કમીશન પેટે વીસ હજાર આપ્યા હતા.જે પૈકી એક શખ્સે ફરિયાદીને ગળાનાં ભાગે છરી રાખી ભય બતાવી અલગ અલગ બે બેગમાં રાખેલા રૂૂપિયા ત્રેસઠ લાખ બળજબરીપૂર્વક લઇ જઈ પોતાની ફોર વ્હીલ કાર માંડવા બ્રીજ તરફ લઈને નાસી ગયા હતા.

Advertisement

જેથી ભોગબનનાર અશોકભાઈએ ઢસા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ધર્મીષ્ઠાબેન ઉર્ફે ધમલી પરમાર, હર્ષદ ઉર્ફે ભીખાભાઈ ભગવાનભાઈ ટાંક, પૃથ્વીસિહ ભુપતસિહ વાઘેલા વિરૂૂધ્ધ કલમ 406, 420, 384, 385,386, 387, 120(બી) 34 મુજબ ગુનો નોંધ્યો હતો.જેથી પોલીસની એક ટીમ ઉત્તર પ્રદેશનાં બદારીયુ પહોચીને આરોપી હર્ષદ ઉર્ફે મુન્નો ભીખાભાઈ ભગવાનભાઈ ટાંકને દબોચી લીધો હતો.જ્યારે અન્ય આરોપીઓ ધર્મીષ્ઠાબેન ઉર્ફે ધમલી અને પૃથ્વીસિહ વાઘેલાને લીમડા દામનગર રોડ પર વિકળીયા ગામની ચોકડીથી ગુનામાં વાપરેલ સ્કોડા ગાડી સાથે ઝડપી લીધા હતા અને પોલીસે ગુના અંગે તપાસ શરૂૂ કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement