રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોઠારિયા રોડ પર સામુ જોવા મામલે નામચીન શખ્સની બે મિત્રો પર ધોકાવાળી

03:20 PM Jul 31, 2024 IST | admin
Advertisement

આરોપી અગાઉ હત્યાના પ્રયાસ, મારામારીમાં અને એક વાર પાસામાં ધકેલાયો હતો : ત્રણ શખ્સ સામે નોંધાતો ગુનો

Advertisement

શહેરના કોઠારિયા રોડ પર સુતા હનુમાન પાસે બાઈકમાં જઈ રહેલા મિત્રોનું સામુ જોવા બાબતે નામચીન શખ્સે જાહેરમાં ધોકા વડે બેફામ મારમારતા તેમને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા છે. આ અંગે ભક્તિનગર પોલીસ મથકમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

મળતી વિગતો અનુસાર જંગલેશ્ર્વરમાં રહેતા શાહજહા સલીમભાઈ (ઉ.વ.38) અને તેમના મિત્ર સત્તારભાઈ સિદિકભાઈ દોઢિયા (ઉ.વ.42) બન્ને મિત્રો કોઠારિયા રોડ પરથી બાઈક લઈ જતાં હતા ત્યારે સુતા હનુમાન મંદિર પાસે નામચીન શખ્સ સમીર ઉર્ફે મરઘો અને તેની સાથેનો શખ્સ રફીકે બન્ને મિત્રોને અટકાવ્યા હતાં.

ત્યાર બાદ સમીર ઉર્ફે મુરઘાએ સામુ કેમ જોવે છે કહી ધોકા વડે જાહેરમાં જ માર માર્યો હતો. શાહજહાને બચાવવા વચ્ચે પડેલા સત્તાર સિદીકભાઈ દોઢિયાને પણ છરી અને ધોકા વડે માર માર્યો હતો. ત્યાર બાદ બન્ને આરોપી ધમકી આપી ત્યાંથી નાશી ગયા હતાં. અને શાહજહા અને મિત્ર સત્તારને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા હતાં. આ મામલે ભક્તિનગર પોલીસના સ્ટાફે બન્ને મિત્રોનું નિવેદન લઈ ફરિયાદ નોંધી હતી. શાહજહા મજુરી કરે છે અને સત્તારભાઈ રીક્ષાચાલક છે. તેમજ અમરેલી સમીર ઉર્ફે મરઘો અગાઉ હત્યાના પ્રયાસ, મારામારી અને એકવાર પાસામાં પણ ધકેલાયો છે. થોડા દિવસ પહેલા જ પોલીસે પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું.

Tags :
attactgujaratgujarat newskothariyaroadrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement