For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જિલ્લામાં શનિવારથી સસ્તા અનાજના દુકાનદારોનું આંદોલન; વિતરણ ખોરવાશે

03:26 PM Oct 28, 2025 IST | admin
જિલ્લામાં શનિવારથી સસ્તા અનાજના દુકાનદારોનું આંદોલન  વિતરણ ખોરવાશે

જૂની માગણીઓ ન સંતોષાતા નવો જથ્થો ઉપાડવા ચલણ નહીં ભરે

Advertisement

રાજકોટ જિલ્લા ફેર પ્રાઇસ શોપ્સ એસોસીએશન દ્વારા જિલ્લા પુરવઠા અધિકારી ને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે, જેમાં તેમની વર્ષો જૂની પડતર માંગણીઓના નિરાકરણ માટે ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરવા અને આ માંગણીઓ ન સ્વીકારાય તો આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

એસોસિએશન દ્વારા તારીખ 1 નવેમ્બર 2025થી વિતરણ પ્રક્રિયાથી સંપૂર્ણપણે અળગા રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવેમ્બર-2025 માસના જથ્થાના ચલણ નહીં ભરવાનો પણ નિર્ણય લેવાયો છે. વાજબી ભાવના દુકાનદારોની મુખ્ય માંગણીઓમા કમિશન દરમાં વધારો કરવો.ઈ પ્રોફાઈલમાં તકેદારી સહાયકનો ઊમેરો કરવો.સિંગલ ફિંગર પ્રિન્ટ દ્વારા બે બિલ બને તેવી વ્યવસ્થા કરવી.સમિતિના સભ્યોના 80% બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર રદ કરવો.સમયસર કમિશનની ચુકવણી કરવી.ટેક્નિકલ અને વહીવટી પ્રશ્નોનું નિરાકરણ લાવવું. જેવા મુદાઓ છે.

Advertisement

ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન અને ગુજરાત ફેર પ્રાઈઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે આ નિર્ણય લેવાયો છે.આ માટે આવેદનપત્ર રાજકોટ જિલ્લા ફેર પ્રાઇસ શોપ્સ એસોસીએશન અને રાજકોટ શહેર ફેર પ્રાઈસ શોપ એસોસીએશનના પ્રમુખ અને મહામંત્રી દ્વારા તારીખ 28-10-2025ના રોજ રજૂ કરવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement