સુત્રાપાડા દરિયા કિનારેથી રૂા.5.30 કરોડનું ચરસ પકડાયું
ગીર સોમનાથ જિલ્લાના સમુદ્ર કાંઠેથી ડ્રગ્સ મળી આવવાનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. ધામળેજ બંદરના સમુદ્ર કાંઠેથી બિનવારસી હાલતમાં 9 ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. જે પૈકી 2 પેકેટ ખૂલેલી સ્થિતિમાં જોવા મળ્યા હતા. ગીર સોમનાથ એસ.ઓ.જી.એ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
ડીઆઇજી નિલેજ જાજડીયા, જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તરફથી ગાંજા, ચરસની બદી સદંતર નાબુદ કરવા માટે NO DRUGS IN GIRSOMNATH અભિયાનને સફળ બનાવવા અને નાર્કોટીકસની બદીને સંપુર્ણ નેસ્ત નાબુદ કરવા અને એન.ડી.પી.એસ.ના કેસો શોધી કાઢવા આપેલ સુચના મુજબ ગીર સોમનાથ એસ.ઓ.જી. પી.આઇ. જે.એન.ગઢવી, પીએસઆઇ પી.જે.બાટવા સહીતના સુત્રાપાડા વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહેલ તે દરમ્યાન બાતમીના આધારે ધામળેજ ગામે સ્મશાન પાસે કુંડવીયા પીરની દગાહ જવાના રસ્તે દરીયા કિનારેથી બિનવારસુ ચરસના પેકેટો મળી આવેલ જેમા રૂૂા.5,30,00,000/-નું 10.600 કીલો ચરસ મળી આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
(તસવીર: મીલન ઠકરાર)