નર્મદાયાત્રામાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટતાં અંધાધૂંધી જેવી સ્થિતિ
ત્રણ દિવસની રજાના કારણે અપેક્ષા કરતા અનેકગણા લોકો ઊમટી પડ્યા, રસ્તાઓ ઉપર લાંબા ટ્રાફિક જામ
પોલીસે એન્ટ્રી બંધ કરી દેતા હજારો લોકો પરિક્રમા વગર જ પરત ફર્યા, વ્યવસ્થા સામે ઠાલવેલો આક્રોશ
વડોદરા જિલ્લામા નર્મદા પરિક્રમા માં શનિ-રવિઅને સોમવારની રજાના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા પરિક્રમાના રૂટ ઉપર ભારે અવ્યવસ્થા ફેલાઇ હતી અને વડોદરા-ડભોઇ-તિકવાડા રોડ ઉપર 3થી 4 કિ.મીનો ટ્રાફિક જામ થઇ જતા રવિવારે બપોરબાદ પોલીસે પરિક્રમાના રૂટ ઉપર એન્ટ્રી બંધ કરાવી દીતી હતી. જેનાક કારણે હજારો શ્રદ્ધાળુઓએ યાત્રા કર્યા વગર જ પરત ફરવુ પડ્યું હતુ.
મળેલી માહિતી પ્રમાણે નર્મદા પરિક્રમાના રસ્તા ઉપર શ્રધ્ધાળુઓનુ કિડીયારુ ઉભરાયું હોય તેવો માહોલ સર્જાયો હતો. જાણે મીની કુંભ મેળો ભરાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તિલકવાડાની બંને તરફ ડભોઈ અને રાજપીપળા તરફ વાહનોની બે - બે કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી. રામપુરા ગામ રાજપીપળા હાઈવે થી 4 કિલોમીટર ચાલીને રણછોડજી મંદિરે પહોંચવાનું અને બાદમાં 3 કલાક પછી ચાલતા જવા દેવામાં આવી રહ્યા છે. જ્યારે શ્રદ્ધાળુઓને વાહનો હાઈવે પર પાર્ક કરવાની ફરજ પડી છે.
29 માર્ચથી 27 એપ્રિલ દરમિયાન નર્મદા ઉત્તરવાહીની પરિક્રમાની આયોજન થયું છે. આ પરિક્રમામાં ગુજરાત, મહારાષ્ટ્ર , મધ્યપ્રદેશ સહિત વિવિધ રાજ્યોમાંથી પ્રતિવર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવતા હોય છે. પરિક્રમાનો પ્રારંભ રામપુરા ઘાટીથી શરૂૂ થાય છે. રણછોડરાયના મંદિર શહેરાવ ઘાટ તિલકવાડા મણી નાગેશ્વર મંદિર રીંગણ ઘાટ અને કીડી મકોડી ઘાટ થઈને પરિક્રમા પુન: રામપુરા ખાતે પૂર્ણ થાય છે.
વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી લગભગ 6 કિમી સુધી ઉત્તર દિશામાં વહેતી હોવાથી ચૈત્ર મહિનામાં પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમાનું વિશેષ માહાત્મય છે. જોકે રવિવારે રજાનો દિવસ હોવાથી શ્રધ્ધાળુઓનો શનિવાર સાંજથી જ ધસારો શરૂૂ થઇ ગયો હતો. પરિણામે રવિવારે સવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પરિક્રમામાં આવી પહોંચ્યા હતો ભારે ધસારાના કારણે ચાર કિલો મીટર સુધી વાહનો પાર્ક કરાયા હતા. જેના કારણે દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા હતા.
શ્રદ્ધાળુઓએ આક્રોશભેર જણાવ્યું હતું કે, પાંચ વાગ્યાના આવીને બેઠા હતા. હજી સુધી કોઈ વાહન નથી મળ્યું, અમારી સાથે સાથે ગોધરા , અમદાવાદ, સુરત વાપી દૂર દૂરથી લોકો આવ્યા છે. કોઈ વ્યવસ્થાજ નથી. ભાડા પણ બમણા લેવામાં આવી રહ્યા છે. ઉઘાડી લૂંટ મચાવવામાં આવી રહી છે. જ્યારે નર્મદા પરિક્રમા કર્યા વિના પરત ફરેલા ડો.દિપક ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ભયંકર ભીડ છે. સવારે સાડા ચાર કલાકે હું ત્યાં પહોંચી ગયો હતો.