આધાર કાર્ડ કેન્દ્ર પર અફરાતફરી, અરજદારોની લાઈન કચેરી બહાર
મનપાની આધારકાર્ડની કામગીરી છેલ્લા એક માસથી ખોરંભે ચડી છે. જૂના તમામ ઓપરેટરોને છૂટા કરી દેવાતા નવા ભરતી કરેલા ઓપરેટરોને અનુભવ ન હોય કામ કરવામાં સમય લાગતો હોવાથી અરજદારો પરેશાન થઈ રહ્યા છે. જેમાં આજેૈ બુધવાર હોવાથી વધુ અજદારો આવવાની સંભાવનાના પગલે આધારકાર્ડ કેન્દ્ર ઉપર ચાર કીટ દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ અરજદારોની લાઈનો ગેઈટનીબહાર નિકળતા અંતે તંત્રએ સસ્પેન્ડ કરેલા અનુભવી ઓપરેટરોને પરત બોલાવી આધારકાર્ડની કામગીરી ઝડપી બનાવી હતી. છતાં બપોરે 12 વાગ્યા સુધીમાં ધાર્યા કરતા વધુ અજદારો આવી ચડતા અફરાતફરી સર્જાઈ હતી અને આ મુદ્દે અધિકારીઓ પાસે ફરિયાદ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. આધારકાર્ડ વિભાગના જણાવ્યા મુજબ નવા ઓપરેટરોને અનુભવ ન હોય કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. ત્યારે આજે બુધવારના રોજ વધુ અરજદારો આવતા હોય ના છુટકે સસ્પેન્ડ કરેલા અનુભવી ઓપરેટરોને પરત બોલાવી ગાડુ ગબડાવવામાં આવી રહ્યુ છે. (તસ્વીર : મુકેશ રાઠોડ)