ભાદરવી પૂર્ણિમાએ ચંદ્રગ્રહણ નિમિત્તે દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના સેવાક્રમમાં ફેરફાર
01:25 PM Aug 26, 2025 IST | Bhumika
દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી તા.07મી સપ્ટેમ્બર, ર0રપને રવિવારના ચંદ્રગ્રહણ હોય જે અનુસંધાને ઠાકોરજીની સેવા-પૂજામાં જરૂૂરી ફેરફાર નોંધાયો છે. તા.07મી સપ્ટેમ્બરે ભાદરવી પૂર્ણિમાના રોજ ચંદ્રગ્રહણ હોય મંગલા આરતી સવારે 6:00 કલાકે થશે. અનોસર (દર્શન બંધ)બપોરે 1:30 કલાકે થશે. ચંદ્રગ્રહણ હોય સાંજના સમયે મંદિર બંધ રહેશે. ત્યારબાદ મંદિર બીજા દિવસે તા.08મી સપ્ટેમ્બરે સોમવારે સવારે નિત્યક્રમાનુસાર ખૂલશે તેમ મંદિર વહીવટદાર અને નાયબ કલેકટર હિમાંશુ એલ. ચૌહાણની યાદીમાં જણાવાયું છે.
Advertisement
Advertisement